ઈરાનના નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો, અમેરિકા-ઈઝરાયલ દ્વારા ભારે બોમ્બમારો

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ દિવસેને દિવસે વધુને વધુ ભયંકર બની રહ્યો છે. ચારેબાજુ મિસાઈલ અને ડ્રોન હુમલાના સંકેતો દરેક જગ્યાએ દેખાઈ રહ્યા છે, અને જાનહાનિ વચ્ચે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ગભરાટ અને અરાજકતાએ જનતાને ઘેરી લીધી છે. ઈઝરાયલ અને અમેરિકા સાથે મળીને ઈરાન પર અવિરત મિસાઈલોનો હુમલો કરી રહ્યા છે. ઈરાન પણ બદલો લેવા માટે વિનાશ કરી રહ્યું છે. ઈરાનના નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર અમેરિકા ઈઝરાયલે સંયુક્ત રીતે હુમલો કર્યો છે. ભારે બોમ્બમારો કરીને પરમાણુ કેન્દ્રને નષ્ટ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
ઈરાનની ખાનગી ન્યુઝ એજન્સી મુજબ અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે આ વિસ્તારમાં મોટા પાયે બોમ્બમારો કર્યો છે. એક ખાતરી આપનારી વાત એ છે કે, આ હુમલા પછી રેડિયેશન લીકેજના કોઈ અહેવાલ નથી – એટલે કે પરમાણુ કચરાના ફેલાવાનું કોઈ જોખમ નથી.
વિસ્ફોટ બાદ આસપાસ રહેનારા લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઈરાની સરકારે આ હુમલાને ઈરાન પર લશ્કરી દબાણ લાવવા માટે યુ.એસ. અને ઇઝરાયલ દ્વારા ઉપયોગમાં લેવાતી જૂની ચાલ બતાવી છે. રેકોર્ડ્સ દર્શાવે છે કે 2025થી આ સુવિધા પર અનેક હુમલાઓ થયા છે; જેનાથઈ સંપત્તિનું મોટું નુકસાન થયું પરંતુ પર્યાવરણને હજુ સુધી કોઈ મોટો ખતરો પેદા થયો નથી.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ગાંજો લવાયો! એ પણ હાઇડ્રોપોનિક, 3ની ધરપકડ