ચાણસ્માના કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મહાઉસ પર બીજા દિવસે પણ બુલડોઝર કાર્યવાહી યથાવત

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે સરકારી તંત્ર દ્વારા બીજા દિવસે પણ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી તેજ બનાવવામાં આવી છે. ‘સ્ટેટ ઓફ રામાધણી’ મિલકત પર થયેલા ગેરકાયદે દબાણોને જેસીબી  મશીન દ્વારા જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે, જેમાં શેડ અને ફ્લોરિંગના બાંધકામોનો સમાવેશ થાય છે.

ઝીલીયા ગામના ફાર્મહાઉસ અને પોલીસ વાન ઉપર થયેલા હુમલાના કેસમાં પોલીસે જણાવ્યું કે  ભાવેશ રબારીએ ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ફાર્મહાઉસ બનાવ્યું હતું. મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના ફાર્મહાઉસ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://‘કબીર સિંહ’ ફેમ અભિનેત્રીએ બેકલેસ તસવીરોમાં વધાર્યો તાપમાનનો પારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *