ICCએ જાહેર કરી T20 World Cup 2026 માટે ટીમ ઓફ ધ ટુનામેન્ટ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ બહાર, ચાર ભારતીયને મળ્યું સ્થાન

ટી-20 વર્લ્ડ કપ 2026ના સમાપન બાદ ICC એ ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. આ ટીમમાં ચાર ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યું નથી. આ ટીમમાં એક પાકિસ્તાની ખેલાડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યુએસએના શેડલે વાન શાલ્કવિકનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે એસોસિયેટ રાષ્ટ્રમાંથી એકમાત્ર ખેલાડી છે જેણે આ ટીમમાં સ્થાન મેળવ્યું છે.
ICC એ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામને આ ટીમનો કેપ્ટન બનાવ્યો છે. માર્કરામે ટુર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી હતી અને તેમની ટીમની સેમિફાઇનલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે તેમની ટીમ સેમિફાઇનલમાં બહાર થઈ ગઈ હતી, માર્કરામને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતના ચાર ખેલાડીઓ જેમાં સંજૂ સેમસન અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટીમમાં ચાર ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ICC એ વિજેતા ટીમના ચાર ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. સંજુ સેમસન ઓપનિંગ બેટ્સમેન તરીકે સ્થાન મેળવ્યું છે. તેણે ટુર્નામેન્ટમાં પાંચ મેચમાં 321 રન બનાવ્યા છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જેણે ટુર્નામેન્ટ દરમિયાન 14 વિકેટ લીધી છે. યુવા બેટ્સમેન ઈશાન કિશનને પણ ટીમમાં સ્થાન મળ્યું છે, તેણે નવ મેચમાં 317 રન બનાવ્યા છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, તેણે નવ મેચમાં 217 રન બનાવ્યા છે અને નવ વિકેટ લીધી છે.
પાકિસ્તાન તરફથી ફક્ત એક ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાહિબજાદા ફરહાનને ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ફરહાને T20 વર્લ્ડ કપ 2026માં છ મેચમાં 383 રન બનાવ્યા હતા, જેમાં બે સદી ફટકારી હતી. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો.
દક્ષિણ આફ્રિકાના બે ખેલાડીઓએ ટીમમાં સ્થાન મેળવ્યું છે. એડેન માર્કરામને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ફાસ્ટ બોલર લુંગી એનગિડીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એનગિડીએ 7 મેચમાં 12 વિકેટ લીધી છે, જ્યારે માર્કરામે 8 મેચમાં 286 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડ તરફથી વિલ જેક્સ અને આદિલ રશીદનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેક્સે 226 રન કર્યા અને 9 વિકેટ ઝડપી હતી. રાશિદે 8 મેચમાં 13 વિકેટ લીધી હતી.
ICC ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ
સાહિબઝાદા ફરહાન, સંજૂ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, એડન માર્કરામ, હાર્દિક પંડ્યા, વિલ જેક્સ, જેસન હોલ્ડર, જસપ્રીત બુમરાહ, લુંગી એનગિડી, આદિલ રાશિદ, બ્લેસિંગ મુઝરબાની, શેડલે વાન શાલ્કવિક (12મો ખેલાડી).
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ખાદ્યતેલ ફરી મોંઘું થયું, કપાસિયા તેલનો ભાવ તો 2400 સુધી ઉછળ્યો