અમદાવાદ સહિતની મનપામાં વહીવટદારોની નિમણૂંક, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂરી

અમદાવાદ શહેરમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમારને વહીવટ સોંપવામાં આવ્યો છે. જ્યારે વડોદરામાં GUVNL ના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી છે. સુરત શહેરમાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેને અને ભાવનગરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ હર્ષદ પટેલને વહીવટદાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. રાજકોટમાં રેમ્યા મોહન અને જામનગરમાં આરતી કંવરની નિયુક્તિ કરવામાં આવી છે.

રાજ્યમા SIR ની પ્રક્રિયા ચાલી રહી હોવાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સમયસર યોજાઈ શકી નથી. નવી ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી શહેરોના વહીવટ માટે રાજ્ય સરકારે વહીવટદારને શાસન લાગુ કર્યું છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે:હોર્મુઝ રૂટ બંધ થતાં સરકારે નવા રસ્તાઓથી ક્રૂડ ઓઇલની સપ્લાય 10% વધારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *