ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરુ થયું, જાણો ઓનલાઈન કેવી રીતે અરજી કરવી

ભારતના સૌથી પવિત્ર તીર્થસ્થાનોમાં ગણાતી ચાર ધામ યાત્રા દર વર્ષે લાખો ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનો મહાપર્વ બની રહે છે. ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દર્શન માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. આ તરફ યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા ધ્યાનમાં રાખીને હવે ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, આ નોંધણીથી ભક્તો પોતાના પ્રવાસનું યોગ્ય આયોજન કરી શકે છે અને વહીવટીતંત્રને યાત્રાળુઓની સંખ્યા અને મુસાફરી માર્ગ વિશે ચોક્કસ માહિતી મળી રહે છે. આ વર્ષે ચાર ધામ યાત્રા માટે નોંધણી 6 માર્ચ 2026થી શરૂ થઈ ગઈ છે. જો તમે પણ આ પવિત્ર યાત્રા પર જવાની યોજના બનાવી રહ્યા છો, તો પહેલેથી નોંધણી કરાવવી ખૂબ જ જરૂરી છે.
ભક્તો સરળ રીતે ઘરે બેઠા ઓનલાઈન નોંધણી કરી શકે છે. તેની પ્રક્રિયા નીચે મુજબ છે.
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ registrationandtouristcare.uk.gov.in પર જાઓ.
- હોમપેજ પર દેખાતી “Char Dham Yatra Registration” લિંક પર ક્લિક કરો.
હવે તમારી જરૂરી માહિતી ભરો, જેમ કે…
- નામ
- જન્મ તારીખ
- લિંગ
- મોબાઇલ નંબર
- ઇમેઇલ આઈડી
- મોબાઇલ નંબર અને ઇમેઇલ પર આવતી OTP દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરો.
- ત્યારબાદ આધાર કાર્ડ અથવા અન્ય ફોટો ID અપલોડ કરો.
- તમામ વિગતો સબમિટ કર્યા પછી તમને યાત્રા પાસ અને ID નંબર મળશે.
- આ પાસ યાત્રા દરમિયાન જરૂરી રહેશે, તેથી તેને સાચવી રાખવું જરૂરી છે.
મોબાઇલ એપ દ્વારા પણ કરી શકો નોંધણી
- યાત્રાળુઓની સુવિધા માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા “Tourist Care Uttarakhand” નામની મોબાઇલ એપ પણ ઉપલબ્ધ છે.
- આ એપ દ્વારા નોંધણી કરી શકાય છે, યાત્રા સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ મળી શકે છે, સુરક્ષા અને હવામાન અંગે અપડેટ મળે છે, માર્ગ અને સુવિધાઓ વિશે માહિતી મળી રહે છે.
ઓફલાઈન નોંધણીની પણ રહેશે સુવિધા
- જેઓ પાસે ઓનલાઈન નોંધણી કરવાની સુવિધા નથી, તેઓ માટે ઓફલાઈન નોંધણી પણ ઉપલબ્ધ રહેશે.
- ઓફલાઈન નોંધણી 17 એપ્રિલ 2026થી શરૂ થશે
- ઋષિકેશ અને હરિદ્વાર વિસ્તારમાં વિવિધ સ્થળોએ કેમ્પ લગાવવામાં આવશે
- ત્યાં જઈને ભક્તો સીધી નોંધણી કરાવી શકશે
ચાર ધામના દરવાજા ક્યારે ખુલશે?
2026માં ચાર ધામ યાત્રા માટે મંદિરના દરવાજા અલગ-અલગ તારીખે ખોલવામાં આવશે.
- યમુનોત્રી ધામ: 19 એપ્રિલ 2026
- ગંગોત્રી ધામ: 19 એપ્રિલ 2026
- કેદારનાથ ધામ: 22 એપ્રિલ 2026
- બદ્રીનાથ ધામ: 23 એપ્રિલ 2026
દરવાજા ખુલતા જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે છે. તેથી યાત્રા પહેલાં નોંધણી કરાવી અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:ભારતમાં રાંધણ ગેસમાં ઇમરજન્સી લાગુ:સરકારે તમામ ઓઈલ કંપનીઓને ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો