આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ:બંને પાઇલટનાં મોત, જોરહાટથી 60 કિમી દૂર અકસ્માત

આસામના કાર્બી આંગલોંગ વિસ્તારમાં ટ્રેનિંગ દરમિયાન રડાર પરથી ગુમ થયેલું ભારતીય વાયુસેનાનું સુખોઈ Su-30MKI ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં બંને પાઈલટ સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુરાગકરનું પણ મોત થયું છે. ભારતીય વાયુસેનાએ બંને પાઇલટના મૃત્યુ પર ભારે શોક વ્યક્ત કરતા તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

વાયુસેનાએ ગુરુવારે મોડી રાત્રે 1 વાગ્યાને 9 મિનિટે ક્રેશની પુષ્ટિ કરી હતી. શુક્રવારે સવારે 9.14 વાગ્યે એક અન્ય X પોસ્ટમાં બંને પાઈલટના મૃત્યુની જાણકારી આપી. સેના મુજબ, શોધખોળ અભિયાન ચાલુ છે. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે ફાઈટર જેટ નિયમિત ઉડાન કે મિશન પર હતું. આ દરમિયાન તેનો ગ્રાઉન્ડ કંટ્રોલ સાથે સંપર્ક તૂટ્યો હતો.

વાયુસેના મુજબ, રડાર સાથે સંપર્ક કપાયા થયા પછી વાયુસેનાએ તરત જ એલર્ટ જાહેર કરીને ઘટનાની તપાસ માટે IAF ટીમને આસામ રવાના કરી. હાલમાં વિમાનની ચોક્કસ સ્થિતિ અને સંપર્ક તૂટવાનું કારણ શોધવામાં આવી રહ્યું છે.

સુખોઈ Su-30MKI ભારતીય વાયુસેનાના સૌથી અદ્યતન અને શક્તિશાળી ફાઈટર પ્લેનમાંથી એક માનવામાં આવે છે. આ બે એન્જિનવાળું મલ્ટીરોલ ફાઈટર જેટ છે, જેનો ઉપયોગ હવાઈ સંરક્ષણ, લાંબા અંતરની સ્ટ્રાઈક અને દેખરેખ જેવા મહત્વપૂર્ણ મિશનોમાં થાય છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:http://અમદાવાદીઓ તૈયાર રહેજો! સાયરનનો અવાજ સંભળાય તો ગભરાતા નહીં, જાણો શું છે કારણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *