કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, કરોડોના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આગામી 7 અને 8 માર્ચ દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ શહેરને કરોડો રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપશે.

મળતી માહિતી મુજબ, અમિત શાહ 7 માર્ચના રોજ સાંજે અમદાવાદ આવી પહોંચશે. 8 માર્ચના રોજ અમિત શાહના હસ્તે અનેક મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં મુખ્ય આકર્ષણ વસ્ત્રાલ ખાતેનું નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. આશરે રૂ. 60 કરોડથી વધુના ખર્ચે આ અત્યાધુનિક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે.  આ ઉપરાંત  અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-1નું પણ ગૃહમંત્રી લોકાર્પણ કરશે. નરોડાથી વિંઝોલ સુધીના 12 કિલોમીટર લાંબા રૂટ પર પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:શાહેદ-136 ડ્રોનથી ઈરાને દુબઈમાં US મિલિટરી બેઝ પર કર્યો હુમલો, ભારે નુકસાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *