વડોદરામાં બોર્ડ પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થિનીઓની તબિયત બગડતા 108ની ટીમ તરત શાળાએ પહોંચી.

રાજ્યભરમાં આજથી બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. આ દરમિયાન વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર એક ચિંતાજનક બનાવ સામે આવ્યો હતો. પરીક્ષા આપી રહેલી બે વિદ્યાર્થિનીઓની તબિયત અચાનક બગડતા શાળા તંત્ર અને હાજર આરોગ્ય ટીમે તાત્કાલિક પગલાં લીધા હતા.

બે વિદ્યાર્થિનીઓ અચાનક અસ્વસ્થ
મળતી માહિતી મુજબ, પરીક્ષા દરમિયાન પેપર લખતી વખતે એક વિદ્યાર્થિનીને અચાનક ખેંચ આવતાં તેની સ્થિતિ ગંભીર બની હતી. શાળા દ્વારા તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બીજી એક વિદ્યાર્થિનીને ગભરામણને કારણે ચક્કર આવતા તે બેભાન થઈ પડી હતી.

108ની ટીમે તાત્કાલિક આપી સારવાર
માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ મિનિટોમાં જ સ્થળ પર પહોંચી ગઈ હતી. ગભરામણને કારણે અસ્વસ્થ બનેલી વિદ્યાર્થિનીને પેરામેડિકલ સ્ટાફ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ તેણી ભાનમાં આવી અને પરીક્ષા આપવાની ઈચ્છા વ્યક્ત કરી. તબિયતમાં સુધારો જણાતા તેને ફરી પરીક્ષા ખંડમાં બેસાડવામાં આવી હતી, જેને કારણે બહાર રાહ જોતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ધોરણ 10ની પરીક્ષાની શરૂઆત સારી રહી. પ્રથમ ભાષાનું પેપર સરળ હતું અને વિદ્યાર્થીઓ ખુશ નજર આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *