અમદાવાદીઓ ટેક્સમાં 15 ટકા સુધીની રિબેટ મેળવવી છે તો આ છે સૌથી સહેલો રસ્તો, જો જો રહી ના જતા

 અમદાવાદના મિલકતધારકો માટે ખુશખબર સામે આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2026-27 માટે એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે રિબેટના દરમાં વધારો કરવામાં આવ્યો છે, જેનો સીધો લાભ લાખો મિલકતધારકોને મળશે.

આગામી 9 એપ્રિલથી 31 મે સુધી જે નાગરિકો પોતાનો મિલકત વેરો એડવાન્સમાં ભરશે, તેમને આ યોજનાનો લાભ મળશે. આ વર્ષે બજેટમાં કરવામાં આવેલા સુધારા મુજબ, રિબેટનો દર 13% થી વધારીને 15% કરવામાં આવ્યો છે. ગયા વર્ષે જેમણે એડવાન્સ ટેક્સ ભર્યો હતો, તેમને અગાઉ મળતા 10% ના સ્થાને આ વર્ષે 12% રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે. રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા અને ડે. ચેરમેન પ્રદીપ દવેના જણાવ્યા મુજબ, ગયા વર્ષે આ યોજના હેઠળ 6 લાખ મિલકતધારકોએ ટેક્સ ભરીને કુલ ₹845.35 કરોડની આવક કરાવી હતી.

આ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવતા અબોલ જીવોની સેવા કરતી સંસ્થાઓ માટે ટેક્સ માફી યોજના અમલી બનાવી છે. ટેક્સ મુક્તિ માટેની શરતોમાં સંસ્થા અબોલ પશુ-પક્ષીઓ માટે નિશુલ્ક સેવા અને સારવાર કરતી હોવી જોઈએ. સંસ્થા ચેરિટી કમિશનર અથવા રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ હેઠળ નોંધાયેલી હોવી અનિવાર્ય છે. સંસ્થાએ તેના હિસાબોનું નિયમિત ઓડિટ કરાવેલું હોવું જોઈએ.

વધુમાં વધુ અમદાવાદીઓ આ 15% રિબેટનો લાભ લે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 31 મે સુધીમાં વેરો ભરીને નાગરિકો આર્થિક બચત કરી શકે છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:PM મોદીએ રચ્યો ઇતિહાસ, ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોવર્સ ધરાવતા એક માત્ર નેતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *