અમેરિકાનો ચોંકાવનારો દાવો: ચીન નાના પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે જે ભારત માટે ખતરો

અમેરિકાએ ચોંકાવનારો દાવો કર્યો છે કે ચીન નાના-નાના પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યુ છે. તેના કારણે ભારતને ખતરો છે. આ નાના શસ્ત્રોને પરમાણુ શસ્ત્રો ટાર્ગેટેડ વેપન્સ તરીકે કામ કરશે. અમેરિકન ઇન્ટેલિજન્સ માને છે કે ચીન પરમાણુ શસ્ત્રોની આ પ્રકારની એક નવી જ પેઢી વિકસાવી રહ્યું છે. તેણે તાજેતરમાં કમસેકમ આવા શસ્ત્રોનું એક ખાનગી પરીક્ષણ પણ કર્યુ છે.

અમેરિકાએ થોડા સમય પહેલા જ ખુલાસો કર્યો હતો કે ચીને 22 જુન 2020ના રોજ પરમાણુ પરીક્ષણ કર્યા હતા. આ ખુલાસો અમેરિકાના શસ્ત્ર અંકુશ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાના અંડર સેક્રેટરી થોમસ ડિનાનોએ જિનિવામાં એક નિ:શશ્ત્રીકરણ સંમેલનમાં કર્યો હતો.

સીએનએનના રિપોર્ટમાં અમેરિકન ગુપ્તચર વિભાગના સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે ચીન તેના પરમાણુ શસ્ત્રોના કાફલાને ઝડપથી અમેરિકા અને રશિયાના સ્તર સુધી લાવવા પ્રયત્નશીલ છે. પરમાણુ શસ્ત્રો પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય એજન્સીઓનું પણ માનવું છે કે ચીન પરમાણુ શસ્ત્રો ઝડપથી વધારી રહ્યું છે.

ચીને 1996થી પરમાણુ પરીક્ષણો પર સ્વનિયંત્રણ લાદયુ હોવા છતાં તેણે જૂન 2020માં એક ખાનગી પરમાણુ પરીક્ષણ કર્યુ હોવાનો અમેરિકન જાસૂસી અધિકારીઓનો દાવો છે. ચીનના જૂન ૨૦૨૦ના પરમાણુ પરીક્ષણ પછી એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે અમેરિકન અધિકારીઓ તે તારણ પર પહોંચ્યા છે કે આ પરીક્ષણ ચીનના આગામી પેઢીના પરમાણુ શસ્ત્રોના સંશોધનના સંદર્ભમાં કરવામાં આવ્યુ છે. તેમા એક જ મિસાઇલમાંથી કેટલાય નાના પરમાણુ શસ્ત્રો પહોંચાડવામાં સક્ષમ એડિશનલ વેપન સિસ્ટમ બનાવવાની તૈયારીનો સમાવેશ થાય છે.

સૂત્રોનું કહેવું છે કે લાગે છે કે ચીન ઓછી ક્ષમતાવાળા ટેકટિકલ પરમાણુ શસ્ત્રો પણ બનાવી રહ્યું છે. આ એવા શસ્ત્રો છે જેને ચીને પહેલા ક્યારેય બનાવ્યા નથી. ચીન આ ટેકટિકલ પરમાણુ શસ્ત્રો તેના પડોશીઓ સામે ગોઠવી શકે છે. તેમા તાઇવાન મુખ્ય છે. અમેરિકન અધિકારીઓએ પહેલી વખત જાહેરમાં બતાવ્યું કે ચીન તેની પરમાણુ ક્ષમતા વિસ્તારી રહ્યું છે.

જો કે અમેરિકામાં ચીનના પ્રવક્તાએ અમેરિકાના દાવાને ફગાવી દીધો હતો. તેમનો દાવો હતો કે અમેરિકા તેની પરમાણુ નિ:શસ્ત્રીકરણની જવાબદારીથી બચવા આવા ખોટા દાવા કરી રહ્યું છે. ચીન આનો તેનો પૂરેપૂરો વિરોધ કરે છે. પરમાણુ પરીક્ષણ અંગે અમેરિકાના દાવામાં કોઈ સત્ય નથી.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: આતંકી હુમલાનું કાવતરૂ નિષ્ફળ, બંગાળ તમિલનાડુથી 8 શંકાસ્પદ આરોપીની ધરપકડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *