બાંગ્લાદેશના 11મા પ્રધાનમંત્રી બન્યા તારિક રહેમાન, આ નેતાઓ કેબિનેટમાં થયા સામેલ

 બાંગ્લાદેશમાં મંગળવારે ઐતિહાસિક પરિવર્તન સાથે તારિક રહેમાને દેશના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે. હવે બાંગ્લાદેશની કમાન બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન સંભાળશે. તેઓ દેશના 11મા પ્રધાનમંત્રી બન્યા છે. સામાન્ય ચૂંટણીમાં બમ્પર જીતની સાથે તેઓ વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનૂસની જગ્યાએ આ પદને સંભાળશે.

શપથ ગ્રહણ સમારોહનું આયોજન ઢાકામાં સંસદ ભવનના સાઉથ પ્લાઝામાં સાંજે 4 કલાકે થયું હતું. પ્રધાનમંત્રી અને મંત્રીઓને રાષ્ટ્રપતિ શહાબુદ્દીને શપથ અપાવ્યા છે. તારિકની સાથે નવી સરકારમાં અન્ય મંત્રીઓને સામેલ કરાયા છે. તેમાં ડો. ખલીલુર રહેમાન (વિદેશ મંત્રી), સલાહુદ્દીન અહેમદ (ગૃહમંત્રી), ડો. અમીર ખસરૂ મહમૂદ (નાણા અને યોજના મંત્રી), શમા ઓબૈદ (વિદેશ રાજ્યમંત્રી) નું પદ સંભાળશે.

આ શપથ સમારોહ માટે અલગ-અલગ દેશોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારત તરફથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને વિદેશ સચિવ વિક્રમ મિસ્રી સામેલ થયા હતા. આ સિવાય મલેશિયાના પ્રધાનમંત્રી, પાકિસ્તાન, માલદીવ, તુર્કી અને શ્રીલંકાના પ્રતિનિધિ સમારોહમાં હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *