બાંગ્લાદેશ ચૂંટણીમાં BNPનું શાનદાર પ્રદર્શન, તારિક રહેમાન બનશે દેશના નવા PM

 ઓગસ્ટ 2024માં આવામી લીગ સરકારના પતન પછી સત્તા સાંભળવા વાળી વચગાળાની સરકારના સ્થાન પર થયેલી ચૂંટણીની મતગણતરી ગુરુવારના મોડી રાત સુધી ચાલી. BNP એ પહેલા જ જાહેરાત કરી હતી કે જો તેઓ સત્તામાં આવે છે તો રહેમાન બાંગ્લાદેશના નવા વડાપ્રધાન બનશે. અને યુનુસના નેતૃત્વ વાળી વચગાળાની સરકારના 18 મહિનામાં શાસનનો અંત આવશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશના ચૂંટણી પરિણામોમાં BNP એ બહુમત મેળવ્યું છે. BNP+ એ 211 સીટ પર વિજય મેળવ્યો છે. તો બીજી બાજુ કટ્ટરપંથી જૂથોને અપેક્ષા મુજબ સમર્થન મળ્યું નથી. પદભ્રષ્ટ થયેલા વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી આવામી લીગ હવે તૂટી ગઈ છે અને તેની ગેરહાજરીમાં આ ચૂંટણીમાં BNP અને જમાત-એ-ઇસ્લામી વચ્ચે સીધો મુકાબલો થયો હતો.

બિનસત્તાવાર પરિણામો અનુસાર BNP ગઠબંધને211, જમાતને 70 અને અન્યોએ 6 બેઠકો જીતી છે. 299 બેઠકોમાંથી 287 બેઠકો પર મતગણતરી પૂરી થઈ ગઈ છે. રિપોર્ટ્સ દર્શાવે છે કે BNP ચૂંટણી જીતી ગઈ છે. ચૂંટણી પંચના અધિકારીઓએ બિનસત્તાવાર પરિણામો જાહેર કર્યા છે જે દર્શાવે છે કે BNP અધ્યક્ષ અને ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાને તેમના ગૃહ જિલ્લા બુગુરામાં બેઠક જીતી હતી. મતવિસ્તારના રિટર્નિંગ ઓફિસરના જણાવ્યા અનુસાર રહેમાનને 2,16,284 મત મળ્યા. રહેમાનના નજીકના હરીફ જમાતના ઉમેદવાર અબિદુર રહેમાનને માત્ર 97,626 વોટ મળ્યા છે.

BNPએ પહેલેથી જ જાહેરાત કરી હતી કે જો તેઓ આ ચૂંટણી જીતે છે તો રહેમાન બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન બનશે. જેનાથી યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારના 18 મહિનાના શાસનનો અંત આવશે. જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ શફીકુર રહેમાનને ઢાકા મતવિસ્તારમાં બિનસત્તાવાર રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેમને 82,645 મત મળ્યા હતા જ્યારે તેમના BNP હરીફને 61,920 મત મળ્યા હતા.

તારિક રહેમાને આજે સવારે ઢાકાની ગુલશન મોડેલ હાઇ સ્કૂલ અને કોલેજમાં મતદાન કર્યું, તેમની સાથે તેમની પત્ની, ડૉ. ઝુબૈદા રહેમાન અને પુત્રી, જૈમા રહેમાન હતા. મતદાન કર્યા પછી, તેમણે કહ્યું કે બાંગ્લાદેશના લોકો લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા અને તેમને તેમના અધિકારો પાછા મળ્યા છે. તેમણે કેટલાક વિસ્તારોમાં અનિચ્છનીય ઘટનાઓના અહેવાલોનો ઉલ્લેખ કર્યો, પરંતુ કહ્યું કે જો BNP સત્તામાં આવશે, તો તે કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવશે.

જમાત-એ-ઇસ્લામી કે જેમણે 1971માં પાકિસ્તાનથી બાંગ્લાદેશની સ્વતંત્રતાનો વિરોધ કર્યો હતો તેના 67 વર્ષીય વડા શફીકુર રહેમાનના નેતૃત્વ હેઠળ બંધારણીય રીતે બિનસાંપ્રદાયિક બાંગ્લાદેશમાં પ્રથમ ઇસ્લામિક નેતૃત્વવાળી સરકાર બનાવવાની આશા રાખી રહી છે. ચૂંટણી પંચે ચૂંટણી માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. જેમાં લગભગ 10 લાખ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. જે દેશના ચૂંટણી ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *