ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ, પોલીસ તપાસ શરૂ

Oplus_131072

બોલીવુડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રોહિત શેટ્ટીના ઘરની બહાર અજાણ્યા હુમલાખોરોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું છે.પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર અને નિર્માતા રોહિત શેટ્ટીના ઘરની બહાર અજાણ્યા હુમલાખોરોએ ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ ચોંકાવનારી ઘટના બાદ રોહિત શેટ્ટીના જુહુ ટાવરની આસપાસ ભારે પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. આ બાબતે રોહિત શેટ્ટી કે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

રાત્રે લગભગ 1:15 વાગ્યે અજાણ્યા હુમલાખોરોએ તેમના નિવાસસ્થાનની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ નથી, અને રોહિત શેટ્ટી પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. માહિતી મળતા જ મુંબઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની ફોરેન્સિક ટીમે પણ તપાસ શરૂ કરી છે. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ થયાની વાત સામે આવ્યા પછી પોલીસે રોહિત શેટ્ટીના ઘરની આસપાસ અને સમગ્ર વિસ્તારમાં નકાબંધી શરૂ કરી દીધી છે. સાથે જ પોલીસ સીસીટીવી કેમેરા ફૂટેજ પર ચેક કરી રહી છે જેથી ફાયરીંગ કરનાર લોકોની ઓળખ થઈ શકે. હાલ તો પોલીસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિષ્કર્ષ આપવામાં આવ્યું નથી. તેથી પોલીસ તપાસ પૂર્ણ થયા પછી જ સામે આવશે કે રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ કરનાર લોકો કોણ હતા અને કયા કારણોસર ફાયરીંગ કરવામાં આવ્યું. રોહિત શેટ્ટી કે તેના પરિવાર તરફથી પણ આ મામલે કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *