ફાઈનલમાં સવા લાખની મેદનીને ચૂપ કરાવી દેનાર ઓસ્ટ્રેલિયાનો ખૂંખાર ખેલાડી T20 વર્લ્ડ કપ નહીં રમે!

વર્ષ 2023માં અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં 1.30 લાખની ખચોખચ જનમેદની અને ટીમ ઇન્ડિયાના ફેન્સને ચૂપ કરવાના આશય સાથે મેદાને ઉતરેલા ઓસ્ટ્રેલિયાઈ ટીમના સ્ટાર ખેલાડીને લઇને સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો ધાડક અને સ્ટાર ઝડપી બોલર પેટ કમિન્સ 7મી ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહેલ ટી20 વર્લ્ડ કપની રમી શકે. 2026ના ICC T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેનો ધાડક ફાસ્ટ બોલર પેટ કમિન્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને બેન ડ્વાર્શુઇસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પેટ કમિન્સને પીઠમાં ઈજા થઈ છે. કમિન્સ 2025-26 એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં રમ્યો હતો, પરંતુ તેની ઈજા ફરી સામે આવી છે. પરિણામે તે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.
“મને લાગે છે કે તમારે તેને સ્વીકારવું પડશે. ભીડ સ્પષ્ટપણે એકતરફી હશે, પરંતુ રમતગમતમાં પણ મોટી ભીડને શાંત થતા સાંભળવા કરતાં વધુ સંતોષકારક કંઈ નથી અને આવતીકાલ માટે આ જ લક્ષ્ય છે.” અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતીય ટીમનો સામનો કરવા મેદાનમાં ઉતરતાં પહેલા ઓસ્ટ્રેલિયાના કમિન્સે આવી વાત કહી હતી.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. ટિમ ડેવિડ અને નાથન એલિસને પણ ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે ડેવિડ અને નાથન એલિસ વર્લ્ડ કપ પહેલા ફિટ નહીં થાય.
ઓસ્ટ્રેલિયાની T20 વર્લ્ડ કપ ટીમમાંથી એક મુખ્ય ખૂટતો ખેલાડી એક એવો ખેલાડી છે જેણે તાજેતરમાં બિગ બેશ લીગમાં ધૂમ મચાવી હતી. સ્ટીવ સ્મિથને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. સ્મિથે તાજેતરમાં સમાપ્ત થયેલી બિગ બેશ લીગમાં સિડની સિક્સર્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ કમનસીબે, તેને T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો નથી.
T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
મિશેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, ટિમ ડેવિડ, બેન દ્વારશુઇસ, કેમેરોન ગ્રીન, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, જોશ હેઝલવુડ, મેથ્યુ કુન્હેમેન, ગ્લેન મેક્સવેલ, મેટ રેનશો, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા.