મહારાષ્ટ્રના DyCM અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન:વિમાનમાં સવાર તમામ લોકોના મોત

મહારાષ્ટ્રના બારામતી નજીક NCP નેતા અજિત પવારનું ખાનગી વિમાન ક્રેશ થયું છે. વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત થયું છે. વિમાનમાં સવાર છ લોકોના મોતની DGCAએ કરી પુષ્ટી કરી હતી. ડીજીસીએ કહ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત છ લોકોના મોત થયા છે. સુપ્રિયા સુલે દિલ્હીથી મહારાષ્ટ્ર માટે રવાના થયા હતા. સુનેત્રા પવાર, પાર્થ પવાર બારામતી જવા રવાના થયા હતા. 

એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાન લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થયું હતું. તેઓ કોઈ કાર્યક્રમ માટે ત્યાં પહોંચી રહ્યા હતા. હજુ સુધી સ્પષ્ટ નથી કે વિમાન ક્રેશ-લેન્ડિંગ થયું હતું કે ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

ઘટનાસ્થળની તસવીરોમાં વિમાનમાં આગ લાગી છે, જેમાં ધુમાડો નીકળી રહ્યો છે. એક વીડિયોમાં અજિત પવારનું વિમાન ખેતરમાં ક્રેશ થતું દેખાય છે. આખું વિમાન રાખમાં ફેરવાઈ ગયું છે. વીડિયોમાં ક્રેશ સ્થળની તસવીરોમાં વિમાનના ટુકડા જોવા મળે છે. ક્રેશ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે. સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. એમ્બ્યુલન્સ અને અન્ય તબીબી સહાય મોકલવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *