યુરોપ પર 25% ટેરિફનો બોમ્બ! ગ્રીનલેન્ડ માટે ટ્રમ્પ જીદે ચડ્યા, 8 દેશોના અર્થતંત્ર પર ખતરો

USA રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફરી એકવાર પોતાના આક્રમક નિર્ણયોથી વૈશ્વિક રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો છે. ગ્રીનલેન્ડ (Greenland) ને ખરીદવાની જીદ લઈને બેઠેલા ટ્રમ્પે હવે યુરોપના 8 દેશોને ખુલ્લી ચેતવણી આપી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી ગ્રીનલેન્ડની “સંપૂર્ણ ખરીદી” માટેનો સોદો પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી આ દેશોએ અમેરિકા સાથે વેપાર કરવા માટે ભારે કિંમત ચૂકવવી પડશે.
ટ્રમ્પે કરેલી જાહેરાત મુજબ, આગામી 1 February, 2026 થી ડેનમાર્ક સહિતના 8 યુરોપિયન દેશો પર અમેરિકા આવતા તમામ માલસામાન પર 10% ટેરિફ (આયાત ડ્યુટી) લાદવામાં આવશે. જો ત્યાં સુધીમાં કોઈ ઉકેલ નહીં આવે, તો 1 June, 2026 થી આ ટેરિફ વધારીને સીધો 25% કરી દેવામાં આવશે. આ યાદીમાં ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુકે (UK), નેધરલેન્ડ અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે.
ટ્રમ્પના મતે આ માત્ર જમીનનો સોદો નથી, પરંતુ ‘વૈશ્વિક શાંતિ’ (Global Peace) અને રાષ્ટ્રીય સુરક્ષા (National Security) નો ગંભીર પ્રશ્ન છે. ટ્રમ્પનો દાવો છે કે ચીન અને રશિયાની નજર ગ્રીનલેન્ડ પર છે અને ડેનમાર્ક એકલું તેનું રક્ષણ કરી શકે તેમ નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે હાલમાં ડેનમાર્ક પાસે સુરક્ષા માટે માત્ર ‘બે ડોગલેજ’ (Dog sleds) જેવી સામાન્ય વ્યવસ્થા છે.