દિલ્હી-પટના રાજધાની એક્સપ્રેસને ઉડાવવાની ધમકી, ટ્રેન અટકાવી તપાસ

Oplus_131072

દિલ્હીથી પટના જઈ રહેલી પ્રીમિયમ તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી મળતા ગઈકાલે રાત્રે ઉત્તર પ્રદેશના અલીગઢ રેલવે સ્ટેશન પર ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ હતો.

ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રેનને અધવચ્ચે રોકી દીધી હતી અને લગભગ 31 મિનિટ સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ લગભગ અડધો કલાક ચાલેલા સર્ચ ઓપરેશનમાં કોઈ પરિણામ આવ્યું નહીં.

રેલવે પોલીસ અને રેલવે અધિકારીઓએ ટ્રેનને અધવચ્ચે રોકી મુસાફરોને ઉતારી દીધા અને આખી ટ્રેનની તપાસ કરી હતી. પરંતુ બોમ્બની ધમકી ખોટી નીકળી. ત્યારબાદ ટ્રેનને ફરી રવાના કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *