ભાજપના સિનિયર નેતાના ઘરે આગ લાગતા અફરાતફરી, ફાયર ટીમનો કાફલો ઘટનાસ્થળે

દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજધાની દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના ઘરમાં બુધવારે સવારે આગ લાગી હતી. તેમના નિવાસસ્થાનનું સરનામું લુટિયન્સ ઝોનમાં 21 મધર ટેરેસા ક્રેસન્ટ રોડ છે.

વિગતો મુજબ સવારે લગભગ 8:05 વાગ્યે આગ લાગવાની જાણ મળતાં ફાયર બ્રિગેડને તરત જાણ કરવામાં આવી. ત્રણ ફાયર ટેન્કર ઘટના સ્થળે પહોંચ્યા અને થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવ્યો. શરૂઆતમાં ફ્લેટ નંબરને લઈને થોડું ગેરસમજ થયું, પરંતુ તાત્કાલિક તપાસમાં આગ રવિશંકર પ્રસાદના રૂમમાં આવેલા પલંગમાં લાગેલી હોવાનું જાણવામાં આવ્યું.

સદનસીબે તે સમયે રૂમમાં કોઈ ઉપસ્થિત ન હોવાથી કોઈને ઈજા ન થઈ. ફાયર વિભાગ અને પોલીસ હાલ આગનું સાચું કારણ જાણવા માટે તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ આગનું કેન્દ્ર પલંગ હતું, પરંતુ આગ શોર્ટ સર્કિટથી લાગ્યું કે અન્ય કારણથી, તે તપાસ હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *