ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 100 સૈનિકો માર્યા ગયા, સેના પ્રમુખે આપ્યું મોટું નિવેદન

Oplus_131072

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતીય સેનાના વડાએ પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાઓ સામે ભારતીય સેનાની કાર્યવાહી અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ઓપરેશન સિંદૂર અંગે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય કાર્યવાહીમાં 100 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. ઓપરેશન સિંદૂર સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ભારતની તૈયારી અને વ્યૂહાત્મક સ્પષ્ટતા દર્શાવે છે. દેશની ઉત્તરીય સરહદ પર વર્તમાન પરિસ્થિતિ અંગે આર્મી ચીફે કહ્યું, “હાલમાં પરિસ્થિતિ સ્થિર છે, પરંતુ સુરક્ષા દળો માટે સતર્ક રહેવું જરૂરી છે. સેના અને નાગરિકો વચ્ચે વિશ્વાસ બનાવવાના પગલાં ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો કરી રહ્યા છે.

સેના વડાએ ચીન સાથેની સરહદ પર લેવામાં આવતી સાવચેતી અંગે પણ નિવેદન આપ્યું હતું. પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરતી કાર્યવાહી દરમિયાન 100 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. ઓપરેશન સિંદૂર ચોકસાઈ સાથે હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ ગયા વર્ષે 6-7 મેની રાત્રે 22 મિનિટ સુધી ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. આ 22 મિનિટના ઓપરેશન દરમિયાન નવ આતંકવાદી સ્થળો પર હુમલો કરવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *