સોમનાથ મંદિર પર હુમલાના 1000 વર્ષ પૂરા, જાણા શાસ્ત્રોમાં શું છે આ જ્યોતિર્લિંગનું મહત્વ

ગુજરાતના સોમનાથમાં સ્થિત સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ માનવામાં આવે છે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં, પરંતુ હજારો વર્ષ જૂની ભારતીય સભ્યતા, વિશ્વાસ અને સંઘર્ષની કહાનીનું પ્રતીક છે. સોમનાથ પર 1026મા થયેલા પહેલા આક્રમણના 1000 વર્ષ પૂરા થઈ ગયા છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને લઈને એક ખાસ લેખ લખ્યો છે. આ લેખમાં પીએમ મોદીએ સોમનાથ મંદિરના તૂટવા અને ફરીથી બનવાની કહાનીનો ઉલ્લેખ કર્યો છે. શાસ્ત્રોમાં સોમનાથ મંદિરનું શું મહત્વ છે, ચંદ્રદેવ સાથે જોડાયેલા આ મંદિરની કહાની જાણો.
સોમનાથ મંદિર પર ઘણી વખત હુમલા થયા, પરંતુ દર વખતે મંદિર પહેલાથી વધુ ભવ્ય બન્યું છે. સોમનાથ મંદિર ફરી ચર્ચામાં છે. સોમનાથ મંદિર પર થયેલા હુમલાના એક હજાર વર્ષ પૂરા થયા છે. પીએમ મોદીએ પોતાના લેખમાં લખ્યું કે સોમનાથ શબ્દ સાંભળતા આપણુ મન અને હ્રદયમાં ગર્વ અને આસ્થાની ભાવના ભરાઈ જાય છે.
શાસ્ત્રોમાં સોમનાથ મંદિર
“सोमलिङ्गं नरो दृष्ट्वा सर्वपापैः प्रमुच्यते।
लभते फलं मनोवाञ्छितं मृतः स्वर्गं समाश्रयेत्॥”
અર્થાત, સોમનાથ શિવલિંગના દર્શનથી વ્યક્તિ પોતાના બધા પાપોથી મુક્ત થઈ જાય છે. મનમાં જે પણ પુણ્ય કામનાઓ હોય છે, તે પૂરી થાય છે અને મૃત્યુ બાદ આત્માને સ્વર્ગ પ્રાપ્ત થાય છે.
સોમનાથ મંદિરની કહાની
પૌરાણિક કથા અનુસાર માતા સતીના પિતા રાજા દક્ષ પ્રજાપતિએ પોતાની 27 પુત્રીઓના લગ્ન ચંદ્રમા સાથે કર્યા હતા, પરંતુ ચંદ્રદેવ તે બધામાં રોહિણીને ખૂબ પ્રેમ કરતા હતા. આ વાતથી રાજા દક્ષ ક્રોધિત થયા અને તેમણે ચંદ્રમાને શ્રાપ આપ્યો, જેના કારણે તેમનું તેજ ક્ષીણ થવા લાગ્યું. ત્યારે ભગવાન શિવની તપસ્યા કરવાથી ચંદ્રમાને આ શ્રાપથી મુક્તિ મળી હતી અને તેમણે ભગવાન શિવને સોમનાથમાં જ્યોતિર્લિંગ સ્વરૂપમાં બિરાજમાન થવાની વિનંતી કરી. ત્યારથી અહીં શિવને સોમનાથ જ્યોતિર્લિંગના રૂપમાં પૂજવામાં આવે છે. તેને ચંદ્રમાના ઇષ્ટદેવ અર્થાત સોમનાથના નામથી ઓળખવામાં આવ્યું.
વર્ષ 1026મા સુલ્તાન મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂટ્યું અને તેને નષ્ટ કર્યું હતું. કહેવામાં આવે છે કે સોમનાથ મંદિરને 17 વખત તોડવામાં આવ્યું અને દર વખતે તેનું પુનનિર્માણ કરવામાં આવ્યું હતું.