દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 12થી વધુના મોત

Oplus_131072

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ટાઉનશીપ વિસ્તારમા અંધાધૂંધ ફાયરિંગમાં 12 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય લોકો ઘાયલ છે. ઘાયલોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જણાવ્યું હતુ કે હુમલાખોરોની ઓળખ તેમજ હુમલો કેમ કરવામાં આવ્યો તે બાબતે તપાસ ચાલી રહી છે.

ગૌટેંગ પ્રાંતની પોલીસ પ્રવક્તા બ્રિગેડિયર બ્રેંડા મુરિડિલીએ કહ્યું હતું કે, 12 લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલમાં અમારી પાસે મરનાર કો કોણ છે. તેની માહિતી મેળવવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક લોકોએ રસ્તા પર આવી ફાયરીંગ શરૂ કરી દીધું હતું. હુમલો ક્યાં આશયથી કરવામાં આવ્યો છે તે હજુ સ્પષ્ટ થયું નથી.

આ ગોળીબાર દેશની મુખ્ય સોનાની ખાણોમાંની એક નજીક આવેલા ગરીબ વિસ્તાર બેકર્સડલના એક બાર પાસે થયો હતો. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે ગોળીબારનું સ્થળ ગેરકાયદેસર દારૂ વેચાતો હતો. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *