છત્તીસગઢમાં સુરક્ષાકર્મીઓ પર મોટો નકસલી હુમલો, 9 જવાન શહીદ

છત્તીસગઢના બીજાપુરમાં નકસલીઓ મોટો હુમલો કરતાં ડીઆરજીના 9 જવાન શહીદ થયાં હતા, આ દર્દનાક ઘટના બાદ દેશભરમાં શોક વ્યાપ્યો છે. બિજાપુરમાં નકસલીઓએ સીઆરપીએફનું વાહન ફૂંકી માર્યું હતું જેમાં એક ડ્રાઈવર અને 8 જવાનો શહીદ થયાં હતા. જવાનો બપોરે 2.15ની આસપાસ બસ્તરમાં એક ઓપરેશનમાંથી પાછા આવી રહ્યાં હતા ત્યારે તેઓ નકસલીઓનો ભોગ બન્યાં હતા.
નકસલીઓએ વિસ્ફોટકોથી ભરેલું વાહન જવાનોના કાફલાની એકદમ નજીક લાવીને બ્લાસ્ટ કર્યો હતો જેમાં મોટી ખુવારી થઈ હતી.નક્સલી હુમલાના શહીદોમાં ડીઆરજીના 8 જવાનો અને એક ડ્રાઈવર સામેલ છે.