ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા

ભાવનગરમાં નકલી દારૂના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચ્યો છે. 22 ઓગસ્ટે વધુ 4 લોકોના મોત થયા હતા. જેમાં સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મહીસાગરના મુકેશ ડામોરનું પણ મોત થયું હતું. આ સાથે સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના જીવ ગયા છે.

મહીસાગર જિલ્લાના મુકેશ ડામોર નકલી દારૂ પીધા બાદ ગંભીર રીતે બીમાર પડ્યા હતા. તેમને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ICUમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મુકેશના મોત સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક 12 થયો છે.

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચી ગયો છે.. લઠ્ઠાની અસર થયેલ વધુ 4 અસરગ્રસ્તોના આજે મોત નિપજ્યાં છે.. સર.ટી.હોસ્પિટલના આઈસીયુમાં સારવાર લઈ રહેલા અવિનાશ પરમારનું ગઇકાલે મોત નિપજ્યું છે.. તો હાર્દિક કિલજી અને સુરતમાં સારવાર લઈ રહેલા સંજય ડોડીયાનું પણ આજે મોત થયું તો મહીસાગરના મુકેશ ડામોરનું પણ મોત થતાં મૃત્યુઆંક 12 પર પહોંચ્યો છે.. જ્યારે આજે સારવાર લઈ રહેલા 26 અસરગ્રસ્તોના મેડિકલ રિપોર્ટ નોર્મલ આવતા તમામન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *