Site icon Time News

Ahmedabad: 4 દિવસમાં 3 પોલીસ કર્મચારીઓના હાર્ટએટેકથી નિધન, ક્રાઈમબ્રાન્ચના હેડકોન્સ્ટેબલનું હાર્ટફેલથી મોત

અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મચારીનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર પોલીસ કર્મચારી અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈને અચાનક હાર્ટએટેક આવ્યો હતો, સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું.

છેલ્લા ત્રણ મહિનાથી ક્રાઇમબ્રાન્ચમાં ફરજ બજાવતા હતા અગાઉ તેઓ માધુપુરા પોલીસસ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. અગાઉ છેલ્લા ત્રણથી 4 દિવસમાં શહેરમાં બે પોલીસ કર્મચારીના હાર્ટએટેકથી મોત નિપજ્યા છે.

મળતી માહિતી અનુસાર, પીઆઈ આર.એલ. ખરાડી હાલમાં ડીજી ઓફિસમાં કાર્યરત હતા, ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. પીઆઈના નિધનથી પોલીસ દળ અને પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

ગોમતીપુરમાં પરેડ દરમિયાન કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી નિધન

 અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમને પરેડ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે ઢળી પડ્યા હતા, ઘટનાસ્થળે પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. 

આ પણ વાંચો, Rajkot: ગોંડલના યુવાન રાજકુમાર જાટની હત્યા? કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ CBI તપાસની માગ કરી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version