
અમેરિકાની સેનાના અટેકથી 3 ભારતીય નાગરિકોના મોત થયા છે. મિડલ ઈસ્ટમાં કોન્ફ્લિક્ટના કારણે ઓમાનના દરિયાકિનારે અમેરિકાની સેના દ્વારા ‘સેટેબેલો’ (MT Settebello) ટેન્કર પર હુમલા કરવામાં આવ્યા હતા. આ અટેકમાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા છે. હવે આ ખબરને કેન્દ્રીય શિપિંગ મિનિસ્ટર સર્વાનંદ સોનોવાલે પણ કંફર્મ કરી છે.
જ્યારે ગલ્ફ ઓફ ઓમાનમાંથી પાલાઉ દેશનો ધ્વજ ધરાવતું ઓઈલ ટેન્કર ‘સેટેબેલો’ પસાર થઈ રહ્યું હતું ત્યારે આ અમેરિકા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અમેરિકાના દાવા મુજબ આ જહાજે તેમના બ્લૉકેડનું ઉલ્લંઘન કર્યું હતું આથી તેની પર અટેક કરવામાં આવ્યો હતો. અમેરિકાના આ અટેક બાદ જહાજના એન્જિન રૂમમાં આગ લાગી ગઈ હતી. આથી લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.હવે આ અંગે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, “MT Settebello પર થયેલી આ દુઃખદ ઘટના વિશે જાણીને ખૂબ જ આઘાત લાગ્યો છે. જે ત્રણ ભારતીય ખલાસીઓ ગુમ હતા તેમના મૃતદેહ મળી આવ્યા છે અને તેમની ઓળખ થઈ ગઈ છે. આ આપણી મેરીટાઇમ ફેમિલી માટે એક મોટી ખોટ છે. મોદી સરકાર આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્તોની સાથે મજબૂત રીતે ઉભી છે અને તેમના સંબંધીઓને મદદ આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના આ અટેકમાં 21 ભારતીય ક્રૂ મેમ્બર્સને જહાજ પરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલ તમામને હવે ભારત પરત લાવવા માટેની પ્રોસેસ શરૂ થઇ ગઈ છે. આ સિવાય મૃતકોના પાર્થિવ દેહને તુરંત ભારત લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ભારતે આ ઘટનાની નિંદા કરતા કહ્યું છે કે હોર્મુઝ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે યુએસ નેવી દ્વારા 24 ભારતીયો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ક્ષેત્રમાં શિપિંગ પરના હુમલા ખૂબ જ ચિંતાજનક છે અને આ રીઝનમાં ચાલી રહેલા સંઘર્ષનું સીધું પરિણામ છે. અમે તણાવ ઓછો કરવા માટે અમારી માંગને રીટરેટ કરીએ છીએ.” આ ઘટના બાદ ભારતે દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી’એફેયર્સ જેસન મીક્સને બોલાવી વિરોધ નોંધાવ્યો છે.એવામાં યુએસ સેન્ટ્રલ કમાન્ડે બાદમાં જહાજ પરના હુમલાને સ્વીકારતા કહ્યું હતું કે, આ જહાજે ઈરાનથી ઓઇલ પરિવહન કરવાનો પ્રયાસ કરીને ઈરાની બંદરો પર ચાલી રહેલા યુએસ નાકાબંધીનું ઉલ્લંઘન કર્યું હતું. આથી એક યુદ્ધ વિમાને ઓમાનના ગલ્ફમાં ટેન્કર પર અટેક કર્યો હતો. એ લોકો અમેરિકન ફોર્સના નિર્દેશોનું પાલન નહતા કરી રહ્યા આથી અટેક કરવામાં આવ્યો હતો.
