Monsoon 2025: રાજ્યમાં 24 કલાકમાં 243 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં 10 ઈંચથી વરસાદ ખાબકતા જળબંબાકાર

ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધબધબાટી બોલાવી છે, જેના કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 243 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમાંથી 24 તાલુકામાં 3 થી 10.51 ઇંચ સુધીનો ભારે વરસાદ પડ્યો છે, જેણે જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 10.51 ઇંચ વરસાદ કપરાડામાં નોંધાયો છે. આ ઉપરાંત, પોશીનામાં 6.02 ઇંચ, ધરમપુરમાં 5.43 ઇંચ, રાધનપુરમાં 4.65 ઇંચ, ઉમરગામમાં 4.49 ઇંચ, ભચાઉમાં 4.37 ઇંચ, લાખણીમાં 4.09 ઇંચ અને તલોદમાં 4.02 ઇંચ વરસાદ વરસ્યો છે. પાલનપુરમાં પણ 3.09 ઇંચ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો, http://ભારે વરસાદના લીધે સાબરમતીમાં પાણી છોડાતા અમદાવાદમાં ‘વ્હાઈટ સિગ્નલ’, રિવરફ્રન્ટ કરાયો બંધ