ડ્રગ્સના 200 કિલોથી વધુ જથ્થા સાથે 2 ઈરાનીઓની પોરબંદરના દરિયેથી અટકાયત

પોરબંદરના અરબી સમુદ્રમાં પોરબંદર ભારતીય કોસ્ટગાર્ડ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની સંયુક્ત કામગીરીમાં મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયા છે. સૂત્રો અનુસાર, અંદાજે 200 કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થો પકડાયા છે.
પ્રાથમિક વિગતમાં ઈરાનથી 2 શખ્સ આ ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા હતા, જેમની ધરપકડ કરવામાં આવી છે. 17 ફેબ્રુઆરીના રોજ પોરબંદર જેટી પર જથ્થો લાવવામાં આવશે. જ્યાંથી આગળની તપાસ અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં કોસ્ટગાર્ડ અને ATS તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ સ્થાનિક પોલીસ અને એજન્સીઓ સૂચિત કરી રહી છે કે તપાસ ચાલુ છે.
સૂત્રો જણાવી રહ્યા છે કે આ કામગીરી નશીલા પદાર્થોની તસ્કરીને અટકાવવા માટે લેવામાં આવેલી મહત્વપૂર્ણ પગલાંમાંની એક છે, જે અરબી સમુદ્રમાંથી ગુજરાત દરિયાકાંઠે નશીલા પદાર્થોની આવક પર નિયંત્રણ લાવવા માટે હાથ ધરાઈ છે.