કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાના વધારાને મંજૂરી, કેબિનેટની બેઠકમાં લેવાયા આ નિર્ણયો

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. શનિવારે મળેલી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે કર્મચારી સંગઠનો દ્વારા 8માં પગાર પંચની જોરશોરથી માંગ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર કરાયો છે. આ નિર્ણયથી મોંઘવારી ભથ્થું મૂળ વેતનના 58 ટકાથી વધીને હવે 60 ટકા થઈ ગયું છે.
એરિયર સાથે મળશે પગાર
આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલી માનવામાં આવશે. જેનો અર્થ એ છે કે કર્મચારીઓને એપ્રિલના પગારની સાથે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનું બાકી નીકળતું એરિયર પણ મળશે. છેલ્લા ત્રણ મહિનાથી આ જાહેરાતની રાહ જોઈ રહેલા કર્મચારીઓમાં આ સમાચારથી આનંદની લહેર ફેલાઈ ગઈ છે.
પેન્શનર્સ અને કર્મચારીઓને મળશે લાભ
સરકારના આ નિર્ણયનો સીધો લાભ આશરે 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 70 લાખથી વધુ પેન્શનધારકોને મળશે. વધતી જતી મોંઘવારી વચ્ચે આ 2 ટકાનો વધારો કર્મચારીઓના ખિસ્સાને રાહત આપશે.
અમદાવાદ જિલ્લાના Sanand વિસ્તારમાંથી બિહારના મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.-https://www.instagram.com/reel/DXPQ0S6jGSS/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: અમદાવાદ: ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના મોત મામલે નવો વળાંક; FSL રિપોર્ટમાં કંઈ વાંધાજનક ન મળતા રહસ્ય ઘેરાયું