ભારતમાં એક જ દિવસમાં ચીનના HMPV વાઈરસના 2 કેસ:સંક્રમિત બાળકી 3 મહિનાની, પહેલો કેસ 8 મહિનાના બાળકનો

ચીનમાં ફેલાયેલા કોરોના વાઈરસનો બીજો કેસ ભારતમાં જોવા મળ્યો છે. આ વાઈરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV) છે. ભારતમાં બંને કેસ કર્ણાટકના છે. સંક્રમિતોમાં એક 8 મહિનાના બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે.

બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે, કર્ણાટકના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે તેમણે તેમની લેબમાં સેમ્પલનું પરીક્ષણ કરાવ્યું નથી. રિપોર્ટ એક ખાનગી હોસ્પિટલમાંથી આવ્યો છે

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- કર્ણાટકમાં HMPVના બે કેસ મળી આવ્યા છે. બંને બાળકો રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં તપાસ કરતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

વાઈરસથી સંક્રમિત થવા પર દર્દીમાં શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો જોવા મળે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી નાની ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *