IND vs ENG: ટી-20 સીરિઝ બાદ હવે વન-ડે સીરિઝમાં દબદબો જાળવવા ઉતરશે ટીમ ઇન્ડિયા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી 22 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. મુલાકાતી ટીમ ઇંગ્લેન્ડ શ્રેણીમાં ફક્ત એક જ જીત નોંધાવવામાં સફળ રહી હતી. પરિણામે ભારતે શ્રેણી 4-1થી જીતી લીધી. સૂર્યકુમાર યાદવના કેપ્ટનશીપ હેઠળ ભારતનો આ સતત ચોથો T20 શ્રેણી વિજય છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા, ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વન-ડે શ્રેણી જીતવા પર નજર રાખશે. જૂલાઈ 2022 પછી ભારત અને ઈંગ્લેન્ડ પહેલી વાર વન-ડે શ્રેણીમાં એકબીજાનો સામનો કરશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે શ્રેણીનો સંપૂર્ણ કાર્યક્રમ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં, બીજી મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં અને બંને ટીમો વચ્ચે છેલ્લી વનડે મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
પહેલી વનડે – 6 ફેબ્રુઆરી (નાગપુર)
બીજી વનડે – 9 ફેબ્રુઆરી (કટક)
ત્રીજી વનડે – 12 ફેબ્રુઆરી (અમદાવાદ)વનડે શ્રેણી માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ , યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા.