Shubman Gill: શુભમન ગિલનું ટેસ્ટ કેપ્ટન તરીકે નામ જાહેર: રિષભ પંત વાઇસ કેપ્ટન,ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

બેટર શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રિષભ પંતને વાઇસ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. BCCIએ શનિવારે મુંબઈમાં યોજાયેલી બેઠકમાં આની જાહેરાત કરી. સાથે જ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમની પણ જાહેરાત કરવામાં આવી. 20 જૂનથી શરૂ થતા ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતે 5 ટેસ્ટ મેચ રમવાની છે.

વિરાટ કોહલી અને રોહિત શર્માના નિવૃત્તિ બાદ ટીમમાં સાઈ સુદર્શન અને કરુણ નાયરને સ્થાન મળ્યું છે. તેમજ શાર્દૂલ ઠાકુરની ટીમમાં વાપસી થઈ છે.

ભારતીય ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર, વાઇસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.

આ પણ વાંચો, Pakistani spy: ગુજરાતમાંથી ATSએ દબોચ્યો પાકિસ્તાની જાસૂસ, તો બીજી તરફ ઘૂસણખોરને કરાયો ઠાર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *