Site icon Time News

‘મતદાર યાદીમાં 416 નંબર પર તમારું નામ…’ તેજસ્વી યાદવના આરોપ પર ચૂંટણી પંચનો જવાબ

ડ્રાફ્ટ મતદાર યાદીમાં પોતાનું નામ શામેલ નથી તેવા તેજસ્વી યાદવના આક્ષેપો પર ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. તેજસ્વી યાદવે સવાલ કર્યો હતો કે મારુ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી તો પછી હું ચૂંટણી કેવી રીતે લડીશ જોકે, ચૂંટણી પંચે તેજસ્વી યાદવના દાવાની હકીકત તપાસતા કહ્યું કે તેમનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ છે.

ચૂંટણી પંચે મતદાર યાદીનો ડ્રાફ્ટ પણ બહાર પાડ્યો છે, જેમાં તેજસ્વીનું નામ, ઉંમર, પિતાનું નામ, ઘર નંબર અને તેમનો ફોટો શામેલ છે. આરજેડી નેતાના આરોપો પર, ચૂંટણી પંચે તાત્કાલિક ડેટા શેર કર્યો અને કહ્યું, ‘તેજશ્વી યાદવે આરોપ લગાવ્યો હતો કે તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. અમે યાદી શેર કરી છે અને તેમને તેમનું નામ કાળજીપૂર્વક તપાસવા વિનંતી કરી રહ્યા છીએ.’ ચૂંટણી પંચ દ્વારા શેર કરાયેલા રેકોર્ડમાં, તેજસ્વી યાદવનો ECIP નંબર RAB0456228 હતો. ચૂંટણી પંચ દ્વારા શેર કરાયેલા ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેજસ્વી યાદવનું નામ સીરીયલ નંબર 416 પર નોંધાયેલું છે.

ચૂંટણી પંચે તેજસ્વી યાદવના દાવાની હકીકત તપાસ્યા પછી, ભાજપના નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ તેમના પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું તેજસ્વી યાદવને સંબોધીને કહ્યું તમારું નામ તમારા પિતા સાથે આદરપૂર્વક નોંધાયેલું છે, તમે તેને જોઈ શકો છો. ગેરમાર્ગે દોરવાનો અને છેતરપિંડીનો ધંધો બંધ કરો.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, બિહારમાં SIR પ્રક્રિયા 1 સપ્ટેમ્બર, 2025 ના રોજ અંતિમ મતદાર યાદીના પ્રકાશન સાથે સમાપ્ત થશે. એટલે કે, કમિશન દ્વારા તેની વેબસાઇટ પર અપલોડ કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદી અંતિમ નથી. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે ખાતરી આપી છે કે બિહારના તમામ મતદારો અને રાજકીય પક્ષોને 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી સુધારેલી મતદાર યાદી પર દાવા અને વાંધાઓ આપવા માટે આમંત્રિત કરવામાં આવશે.

Exit mobile version