Site icon Time News

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 21મી જૂન 2025 ના રોજ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ઝોનલ ઓફિસ અમદાવાદ ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 નિમિત્તે, 21મી જૂન 2025 ના રોજ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ઝોનલ ઓફિસ અમદાવાદ ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પતંજલિ ચિકિત્સા કેન્દ્ર ના નિષ્ણાતે સ્ટાફ સભ્યોને યોગ સંબંધિત વિવિધ માહિતીથી વાકેફ કર્યા હતા. આ સાથે અમદાવાદના પ્રખ્યાત હોમિયોપેથીક ડૉક્ટર અને યોગ નિષ્ણાત શ્રી ડો.દર્શન દેસાઈએ પણ સ્ટાફના સભ્યોને આરોગ્યને લગતી માહિતીથી વાકેફ કર્યા હતા.

આ પ્રસંગે ઝોનલ હેડ કુ.કવિતા ઠાકુર મેડમે તમામ સ્ટાફ સભ્યોને યોગ દિવસ ની શુભેચ્છા પાઠવી હતી અને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમ માં વરિષ્ઠ ઓડિટ અધિકારી શ્રી એસ.કે.સિન્હા ,રીજીયોનલ હેડ અમદાવાદ, રીજીયોનલ હેડ ગાંધીનગર તથા અન્ય તમામ સ્ટાફ મેમ્બરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version