Site icon Time News

ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર મોટો હુમલો, યુરેનિયમ પ્રોસેસિંગ યુનિટને બનાવ્યું નિશાન

Oplus_131072

ઈરાનના પરમાણુ પ્લાન્ટ પરના હુમલા બાદ IRGC એ કહ્યું કે, અમેરિકન અને ઇઝરાયલી ઔદ્યોગિક કંપનીઓના કર્મચારીઓ તાત્કાલિક તેમના કાર્યસ્થળો છોડી દે. ઈરાને આ કેંન્દ્રો પર જવાબી હૂમલાની તૈયારી કરી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે તેઓ 10 દિવસ માટે ઈરાનના મુખ્ય કેન્દ્રો પરના હુમલાઓ બંધ કરી રહ્યા છે.

ઈરાનમાં એક મોટો હુમલો થયો છે. ઈરાનના રાજ્ય મીડિયાનો દાવો છે કે તેના પરમાણુ પ્લાન્ટોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં હેવી-વોટર પ્લાન્ટ અને યેલોકેક પ્રોડક્શન પ્લાન્ટનો સમાવેશ થાય છે. ઈરાનની ન્યૂઝ એજન્સી અનુસાર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓમાં મધ્ય ઈરાનમાં સ્થિત હેવી-વોટર રિએક્ટરને નિશાન બનાવવામાં આવ્યું હતું.

ન્યૂઝ એજન્સીએ મધ્ય મરકઝી પ્રાંતના એક અધિકારીને ટાંકીને કહ્યું હતું કે, “ખોંદાબ હેવી વોટર કોમ્પ્લેક્સને અમેરિકન અને ઇઝરાયલી દુશ્મન દ્વારા બે તબક્કામાં નિશાન બનાવવામાં આવ્યું હતું.”

હેવી-વોટર પ્લાન્ટ અને યેલોકેક ઉત્પાદન પ્લાન્ટ બંને પરમાણુ ઉર્જા કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ પ્લાન્ટ છે. હેવી વોટરનો ઉપયોગ મુખ્યત્વે પરમાણુ રિએક્ટરમાં ન્યુટ્રોનને ધીમું કરવા માટે થાય છે.

યેલોકેક એ યુરેનિયમ ઓરમાંથી કાઢવામાં આવતા યુરેનિયમનું પ્રારંભિક સંકેન્દ્રિત સ્વરૂપ છે. તે પીળા રંગનો પાવડર હોય છે. તે પરમાણુ બળતણ ઉત્પાદનનો પ્રથમ તબક્કો છે. આ યેલોકેકને પરમાણુ બોમ્બ બનાવવા માટે આગળ પ્રક્રિયા કરવામાં આવે છે.

અહેવાલો અનુસાર ખોંડાબ પાવર પ્લાન્ટ પર લગભગ 10 વખત હુમલો કરવામાં આવ્યો છે. સ્થળ પરથી કાળો ધુમાડો નીકળી રહ્યો છે. અત્યાર સુધી કોઈ ઈજા કે મૃત્યુ થયાના અહેવાલ નથી. સ્થળ પરથી રેડિયેશનના કોઈ અહેવાલ નથી.

Exit mobile version