Site icon Time News

વર્લ્ડ બેંકનો રિપોર્ટ: ભારતના 5 રાજ્યો આર્થિક કમાણીમાં છે સૌથી આગળ

વર્લ્ડ બેંક ગ્રૂપ દ્વારા 1 જુલાઈ 2026ના રોજ જાહેર કરવામાં આવેલા ‘Country Income Classifications’ રિપોર્ટ અનુસાર, ભારત સરેરાશ રીતે હજુ પણ લોઅર-મિડિલ ઇન્કમ (નિમ્ન-મધ્યમ આવક) શ્રેણીમાં છે, પરંતુ દેશના 5 રાજ્યો આ મર્યાદા વટાવીને અપર-મિડિલ ઇન્કમ (ઉચ્ચ-મધ્યમ આવક) સ્તરે પહોંચી ગયા છે. આ યાદીમાં દિલ્હી સૌથી આગળ છે, જ્યારે કર્ણાટક બીજા ક્રમે છે. બીજી તરફ બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ આ યાદીમાં સૌથી પાછળ છે, જે દર્શાવે છે કે, પાછલા 30 વર્ષોમાં ભારતના રાજ્યો વચ્ચે આર્થિક અસમાનતા ખૂબ વધી છે.

રિપોર્ટ અનુસાર, ભારતની સરેરાશ માથાદીઠ આવક 2,760 ડોલર છે, જે તેને નિમ્ન-મધ્યમ આવક ધરાવતા દેશોની શ્રેણીમાં રાખે છે. વર્લ્ડ બેંકની અપર મિડિલ ઇન્કમ કેટેગરીની શરૂઆત 4,636 ડોલર માથાદીઠ આવકથી થાય છે.

ટોચના 5 રાજ્યો (માથાદીઠ આવક વર્ષ 2025-26)

દિલ્હી: 6,217 ડોલર (વર્લ્ડ બેંકની મર્યાદાથી ઘણું આગળ)

કર્ણાટક: 5,579 ડોલર

તેલંગાણા: 5,407 ડોલર

તમિલનાડુ: 5,329 ડોલર

ગુજરાત: 4,734 ડોલર (અપર મિડિલ ઇન્કમની મર્યાદા પાર)

આ રાજ્યોની આવક હવે ઇન્ડોનેશિયા (5,120 ડોલર) અને વિયેતનામ (4,970 ડોલર) જેવા દેશો કરતાં પણ વધુ થઈ ગઈ છે.

મર્યાદાની નજીક પહોંચેલા રાજ્યો

મહારાષ્ટ્ર (4,628 ડોલર), હરિયાણા (4,627 ડોલર) અને કેરળ (4,610 ડોલર) વર્લ્ડ બેંકની અપર મિડિલ ઇન્કમની મર્યાદાની ખૂબ જ નજીક છે, અને આગામી સમયમાં આ શ્રેણીમાં સામેલ થઈ શકે છે.

સૌથી પાછળ રહી ગયેલા રાજ્યો

બિહાર: 984 ડોલર (નેપાળ અને કેટલાક આફ્રિકાના દેશો કરતાં પણ ઓછી આવક)

ઉત્તર પ્રદેશ: 1,403 ડોલર

ઝારખંડ: 1,470 ડોલર

30 વર્ષમાં બદલાયેલું સમીકરણ અને આર્થિક અસમાનતા

વર્ષ 1994માં ભારતનું કોઈ પણ રાજ્ય મધ્યમ આવક સ્તરે નહોતું. પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં ભારે પરિવર્તન આવ્યું છે. રાજ્યો વચ્ચેની અસમાનતા માપવાનો ‘ગિની ગુણાંક’ (Gini Coefficient) 0.230 થી વધીને 0.261 થયો છે. સૌથી અમીર અને સૌથી ગરીબ રાજ્યો વચ્ચેની આવકનો તફાવત 2.38 ગણો વધીને હવે 3.73 ગણો થઈ ગયો છે.

આ રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે, ઓડિશાની આવક ઉત્તર પ્રદેશ કરતાં 75% વધુ અને અસમની આવક ઝારખંડ કરતાં 48% વધુ થઈ ગઈ છે. જ્યારે 1994-95માં સૌથી આગળ રહેલું પંજાબ હવે ઘણું પાછળ ધકેલાઈને રાજસ્થાનની બરાબરી પર આવી ગયું છે.

Exit mobile version