Site icon Time News

Vadodara: હરણી બોટકાંડની પીડિત મહિલાઓ અચાનક CMના કાર્યક્રમમાં ઉભી થઈ, પછી જુઓ શું થયું

વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા.જેમા 2 શિક્ષિક અને 12 માસૂમોના બોટ પલટી જવાથી મોત થયા હતા. આજે પણ પીડિત પરિવારો ન્યાય માટે લડી રહ્યા છે.તો બીજી તરફ હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનાર પીડિત મહિલાઓ CMના કાર્યક્રમમાં પહોંચી હતી.

જોકે કાર્યક્રમ દરમિયાન બન્ને મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી. બન્ને મહિલાઓએ એ કહ્યું કે અમને તમારી સાથે કોઈ મુલાકાત કરવા દેતું નથી, દોઢ વર્ષથી મળવા દેતા નથી. પહેલા CMએ કહ્યું કે એજન્ડા સાથે પ્રીપ્લાનથી આવ્યા છો, પછી કીધું કે સ્પીચ પૂર્ણ થતાં બન્ને મહિલાઓને મળવા કીધું હતું.શહેરના વાઘોડીયા રોડ સ્થિત ન્યુ સનરાઇઝ સ્કુલના બાળકોને પ્રવાસે અર્થે હરણી લેક ઝોન ખાતે  દોઢ વર્ષ વર્ષ અગાઉ 18 જાન્યુઆરી 2024ના રોજ લઇ જવામાં આવ્યા હતા. બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડી દેવાતા આખી બોટ પલ્ટી જતા 12 ભુલકાઓ અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો, Rajkot: રાજકોટમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરનાર તજજ્ઞોનું વિજ્ઞાન જાથાએ સન્માન કર્યું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version