Site icon Time News

અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીએ કર્યો આપઘાત, સમગ્ર પોલીસ બેડામાં ચકચાર

અમદાવાદ દાણીલીમડા પોલીસ લાઈનમાં પત્નીએ કરી પોતાના જ પતિ ની હત્યા. પત્નીએ પતિના માથામાં પથ્થર મારીને પતિની હત્યા કરી નાખી. ત્યારબાદ પત્નીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ જણાવ્યું હતું કે અમે હજી ત્યાં પહોંચ્યા છીએ અને તપાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, મૃતક પોલીસ કર્મચારી મુકેશભાઈ પરમાર A ડિવિઝન ટ્રાફિકમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

બપોરે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ પતિને માર માર્યો હતો. પત્નીના મારના કારણે મુકેશ પરમાર લોહી લુહાણ થઈ ગયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમનું મોત થઈ જતા પત્નીએ ઘરે આવીને આત્મહત્યા કરી લીધી હતી.

Exit mobile version