Site icon Time News

PM Modi: PM મોદીની થાઈલેન્ડ અને શ્રીલંકા મુલાકાત શા માટે ખાસ છે?, BIMSTEC સમિટમાં યુનુસ સાથે થશે બેઠક!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાઈલેન્ડની બે દિવસની મુલાકાતે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન, તેઓ બેંગકોકમાં થાઈલેન્ડના મહિલા વડાપ્રધાન પેટોન્ગટાર્ન શિનાવાત્રા સાથે મુલાકાત કરશે અને શુક્રવારે છઠ્ઠી BIMSTEC  સમિટમાં ભાગ લેશે. પીએમ મોદી ગુરુવારે શિનાવાત્રાને મળવાના છે. તે જ દિવસે સાંજે તેઓ દરિયાઈ સહયોગ કરાર માટે BIMSTEC નેતાઓ સાથે ખાસ બેઠક કરશે. PM મોદી શુક્રવારે BIMSTECસમિટમાં નેપાળના PM કેપી શર્મા ઓલી અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને પણ મળે તેવી શક્યતા છે.

પીએમ મોદી થાઈલેન્ડના વિશ્વ વિખ્યાત 6 મંદિરોમાંના એક વાટ ફોની મુલાકાત ત્યાંના મહિલા વડાપ્રધાન સાથે લેશે. આ સ્થાન બુદ્ધની વિશાળ પ્રતિમા માટે પ્રખ્યાત છે. BIMSTEC સંમેલનમાં થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર અને ભૂટાનના નેતાઓ ભાગ લેશે.

યુનુસ BIMSTEC કોન્ફરન્સમાં મોદીને મળી શકે છેઃ બાંગ્લાદેશ

બાંગ્લાદેશના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટ દરમિયાન બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થવાની પ્રબળ શક્યતા છે. નવી દિલ્હીના ખાસ સૂત્રોએ પણ બંને નેતાઓની મુલાકાતનો ઇનકાર કર્યો નથી.

આ પણ વાંચો, http://Team India’s home schedule: BCCI એ જાહેર કર્યું ટીમ ઈન્ડિયાનું હોમ શેડ્યૂલ, જાણો ક્યારે અને કોની સામે રમાશે મેચ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version