Site icon Time News

જે-તે વ્યક્તિના મોત બાદ પાનકાર્ડ કેન્સલ કરાવવું કેમ જરૂરી? જાણો એક ક્લિકમાં

પાનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે વ્યક્તિની નાણાંકીય ઓળખ દર્શાવે છે. કોઈપણ પ્રકારના નાણાંકીય વ્યવહારો માટે પાનકાર્ડની ખાસ જરૂર હોય છે. આ કાર્ડ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે અને તેમાં 10 અંકનો આલ્ફાન્યૂમેરિક નંબર હોય છે. આ નંબરની મદદથી વ્યક્તિની આવકવેરા સંબંધિત પ્રવૃત્તિઓને સરળતાથી ટ્રેક કરી શકાય છે. પાનકાર્ડની જરૂરિયાત બેંકિંગ, રોકાણ, મિલકત ખરીદવા કે વેચવા, સરકારી યોજનાઓનો લાભ લેવા જેવા અનેક કામોમાં પડે છે.

પણ શું તમે જાણો છો કે વ્યક્તિના મૃત્યુ પછી તેના પાનકાર્ડનું શું થાય છે? જો વ્યક્તિના મૃત્યુ પછી પણ તેનું પાનકાર્ડ વાપરવામાં આવે, તો એ કાનૂની રીતે ગુનો ગણાય છે અને તેની સામે કાર્યવાહી થઈ શકે છે. એટલા માટે મૃત્યુ પછી વ્યક્તિનું પાનકાર્ડ રદ કરાવવું ખુબ જ જરૂરી છે.

વ્યક્તિના મૃત્યુ પછી પાનકાર્ડ રદ કરાવવું કેમ જરૂરી છે?

પાન રદ કરાવવાથી મૃત્યુ પામેલા વ્યક્તિની નાણાંકીય મિલકત યોગ્ય વારસ સુધી પહોંચાડી શકાય છે અને આવનારા સમયમાં આવકવેરા વિભાગ તરફથી આવતા નોટિસથી બચી શકાય છે.

મૃત્યુ બાદ પાનકાર્ડ રદ કરાવવાનો મુખ્ય હેતુ એ છે કે મૃત્યુ પામેલા વ્યક્તિની નાણાંકીય ઓળખનો દુરુપયોગ થતો અટકાવી શકાય.

જો પાનકાર્ડ રદ નહીં કરાવાય, તો તેનો ઉપયોગ કરીને કોઈ બીજું વ્યક્તિ બેંક ખાતું ખોલી શકે છે, લોન લઇ શકે છે કે અન્ય ખોટા કાર્યો કરી શકે છે.

મૃતકના આવકવેરા સંબંધિત કામકાજ પુરા કરવા અને તેનું છેલ્લું રિટર્ન ફાઇલ કરવા માટે પાન રદ કરાવવાના પહેલાં તેમાં કાનૂની વારસદારોને જોડવું જરૂરી છે.

પાનકાર્ડ રદ કરાવવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે?

મૃતકના પાનકાર્ડને રદ કરાવવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:

પાનકાર્ડ રદ કરવાની પ્રોસેસ

આ પણ વાંચો, Ahmedabad: ગ્રામ્ય SP ઓફિસમાં રોલા પાડવા ગયેલા 4 નકલી અધિકારીઓ પકડાયા, મોટો ઘટસ્ફોટ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version