
અમદાવાદમાં તારીખ 6 ડિસેમ્બર 2024 ના રોજ નવરંગપુરાના સીજી રોડ પર આવેલી વિષ્ણુભાઈ કાંતિલાલ આંગડિયા પેઢી પર કેન્દ્રીય એજન્સી ED દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેડ દરમિયાન ED એ આંગડિયા પેઢી માંથી રૂપિયા 11 કરોડ 10 લાખની રોકડ કબજે કરી હતી. આ ઘટના બાદ આંગડિયા પેઢીના માલિકનો સંપર્ક વિજય દ્વારકાદાસ પટેલ ઉર્ફે વિજય મુખીએ કર્યો.
તેમણે પેઢીના માલિકને વિશ્વાસ અપાવ્યો કે ED અને CBI માં તેના મોટા સાહેબો સાથે સીધા સંપર્કો છે અને ખૂબ જ સારા અને અંગત સબંધો છે અને તે ED દ્વારા કબજે કરવા માં આવેલ 11 કરોડની રોકડ પાછી આપાવશે અને કેસ પણ પતાવી આપશે જેના બદલમાં અને આ કામ કરી આપવા માટે પેઢીના માલિકે 3 કરોડ 18 લાખ રૂપિયા આપવા પડશે ત્યારે આંગડિયા પેઢીના માલિક આ મહાઠગ વિજય પટેલ ઉર્ફે વિજય મુખીની લોભામણી વાતો માં આવી ગયા હતા અને 3 કરોડ 18 લાખ રૂપિયા આપી દીધા હતા ત્યારે લાંબો સમય થઈ જવા છતાં ન તો ED માંથી રૂપિયા 11 કરોડ પરત આવ્યા કે ન તો કેસ પતાવી આપ્યો હતો, ત્યારે આંગડિયા પેઢીના માલિકે મહાઠગ વિજય મુખીને 3 કરોડ 18 લાખ રૂપિયા પરત આપી દેવા કહ્યું પણ મહાઠગ વિજય મુખી તેમાં પણ ગલાતલા કરી રહ્યો હતો, ત્યારે આંગડિયા પેઢીના માલિક છેતરાયા હોવા નું લગતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ના દરવજા ખખડાવ્યા હતા અને આરોપી સહિત ચાર સામે છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ને ફરિયાદ મળતા ની સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એ અલગ અલગ ટીમો બનાવી ને આરોપી વિજય પટેલ અને તેની ગેંગ નું પગેરું મળવા અને માહિતી મેળવા પ્રયાસ હાથ ધર્યા હતા ત્યારે જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને ગણતરીના કલાકોમાં આરોપી વિજયકુમાર દ્વારકાદાસ પટેલ ઉર્ફે મુખી ને લઈ ને એક સફળતા મળી જેમાં આરોપી વિજય મુખી ની ધરપકડ થઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી લાખો રૂપિયાની કિંમતની લક્ઝુરિયસ BYD ઇલેક્ટ્રિક કાર પણ કબજે કરી હતી.
આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવીને તપાસ અને પૂછ પરછ હાથ ધરી હતી. જેમાં વિગતો સામે આવી છે આરોપી એક. ગેંગ આખી ચલાવે છે જેમાં સુધાંશુ ઝા જે વકીલ છે આરોપી દર્શન દુલારામ વૈધ, પ્રવીણ માધવજી ભાનુશાલી અને વિરાટ અક્ષય સીંગ સાગરિતો તરીકે સમાવેશ થાય છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડી ના કેસમાં ગયેલ 3 કરોડ 18 લાખ રૂપિયા અને અન્ય સાગરિતો ને ઝડપી પાડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસ રિમાન્ડમાં વિજય મુખીની ક્રાઈમ કુંડળી તપાસતા સામે આવ્યું છે કે આરોપી વિજયકુમાર દ્વારકાદાસ પટેલ ઉર્ફે મુખી એ મૂળ મહેસાણા જિલ્લા ના વિજાપુર તાલુકા ના કુકરવાડા ગામ નો વતની છે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે ત્યાર બાદ આરોપી વિજયકુમાર દ્વારકાદાસ પટેલ ઉર્ફે મુખી લંડન ગયો હતો ત્યાંથી CA નો અભ્યાસ કર્યો છે અને વર્ષ 2010 થી 2018 સુધી લંડનના લેસ્ટરમાં રહેતો હતો. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે વર્ષ 2021 માં વિજય મુખી વનાતુ દેશની રાજધાની પોર્ટવિલા ખાતે રહીને ત્યાંની નાગરિકતા પણ મેળવી લીધી હતી. વર્ષ 2022 થી તે ભારતમાં ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા તરીકે રહે છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની વધુ તપાસ માં એ પણ સામે આવ્યું છે કે વિજયકુમાર દ્વારકાદાસ પટેલ ઉર્ફે મુખી સામે અગાઉ કડી પોલીસ સ્ટેશનમાં 2, સાંથલ પોલીસ સ્ટેશનમાં 1 અને લખનઉમાં 1 ગુનો નોંધાઈ ચૂક્યો છે જેના લખનઉમાં 120 કરોડના સાયબર ફ્રોડ કેસનો મુખ્ય આરોપી હતો અને 3 માસ ની જેલ પણ કાપી ચૂક્યો છે ત્યારે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ એ તપાસ કરી રહી છે કે આ મહાઠગ વિજયકુમાર દ્વારકાદાસ પટેલ ઉર્ફે મુખીના જાસા માં માત્ર એક આંગડિયા પેઢીના માલિક ભોગ બન્યા છે કે અન્ય કોઈ પણ ભોગવનાર છે જેને લઈ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોકો ને પણ અપીલ પણ કરી છે કે જો આ મહાઠગનું કોઈ ભોગ બન્યું હોય તો અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરે.
