Site icon Time News

આંતરાજ્ય ચેકપોસ્ટ અમીરગઢ ખાતે સિવિલ ડ્રેસમાં ફરજ બજાવતા કર્મચારીઓ કોણ?..

બનાસકાંઠા જિલ્લાની આંતરાજ્ય ચેકપોસ્ટ એવી અમીરગઢ ચેકપોસ્ટ કે જે અતિ સંવેદનશીલ ગણાતી હોય છે આજે ચેકપોસ્ટ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે જ્યારે ફરી એકવાર આ ચેક પોસ્ટ ઉપર સિવિલ ડ્રેસમાં રહેલાં લોકોના લીધે ફરી એકવાર આ ચેક પોસ્ટ વિવાદમાં આવી છે ચોક્કસથી કહી શકાય કે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ કે જે આંતરરાજ્ય અને અતિ સંવેદનશીલ ગણાતી ચેકપોસ્ટ ગણાતી હોય છે .

આ ચેકપોસ્ટ ઉપર ગુજરાત પોલીસ હોમગાર્ડ ની સાથે જીઆરડી કર્મચારીઓ પણ તેનાત અર્થ છે જે રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃતિ ન સર્જાય કે કોઈપણ ગેરકાયદેસર ચીજ વસ્તુની હેરાફેરી ન થાય તે માટે પોલીસ ચેકપોસ્ટ પર તત્પર અને એલર્ટ જોવા મળતી હોય છે જ્યારે ખાસ કરીને હવે આ ચેકપોસ્ટ ઉપર પોલીસ જીઆરડી હોમગાર્ડ ની સાથે સિવિલ ડ્રેસમાં તેનાત આ કયા બેઝના અધિકારીઓ છે.

તે પણ એક વિચારવાનું વિષય બન્યો છે ચોક્કસથી આ ચેકપોસ્ટ ઉપર રાત અને દિવસ એની ટાઈમ સિવિલ ડ્રેસમાં આઠથી દસ લોકો બેસેલા જોવા મળે છે આ લોકો ક્યાંક ગાડી ચેક કરતા તો ક્યાંક તોડબાજી કરતાં પણ જોવા મળતા હોય છે..

જ્યારે હવે વિચારવાની બાબત અને તપાસનો વિષય તો એ છે અતિ સંવેદનશીલ અને આંતરાજ્ય ગણાતી એવી ચેકપોસ્ટ અમીરગઢ ચેકપોસ્ટ ઉપર આ રીતે સિવિલ ડ્રેસમાં જે લોકોનો જમાવડો છે તે લોકો કોણ છે? જિલ્લા પોલીસવડા રેન્જ આઇજી અને ડીજીપી તાત્કાલિક ધોરણે તપાસ કરે અને આ લોકો ઉપર કાર્યવાહી કરે તેવી લોકમાર્ગ પ્રબળ બની છે…

નવા આવેલા જિલ્લા પોલીસ વડા કાર્યવાહી કરશે ખરા?
તાજેતરમાં જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા ની બદલી થઈ અને તેમની જગ્યાએ નવા એસપી આવ્યા છે જ્યારે આંતરાજ્ય ચેકપોસ્ટ ઉપર આ રીતે સિવિલ ડ્રેસમાં તેનાત અને ગાડીઓને ચેક કરતા આ લોકો ઉપર જિલ્લાના પોલીસ વડા કાર્યવાહી કરે તેવી લોકો આશા રાખી બેઠા છે..

જો સિવિલ ડ્રેસમાં તેનાત લોકો પ્રાઇવેટ લોકો છે? તો તેમનો આકા કોણ?
અમીરગઢ ચેકપોસ્ટ ઉપર પોલીસની સાથે સિવિલ ડ્રેસમાં 8 થી 10 લોકો જોવા મળે છે તે લોકો જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય તો તો બરાબર પણ જો પ્રાઇવેટ માણસો હોય તો તેમનો આકા કોણ? તેમને આ ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવવાની કોને પરમિશન આપી? તેની તપાસ કરવા અને આકા ઉપર કાર્યવાહી કરવા પણ લોકમાગ પ્રબળ બની છે…

તેરી ભી ચુપ મેરી ભી ચૂપ ની નીતિ ની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન
આ ચેક પોસ્ટ ઉપર મોટી લાગવગ ધરાવતા લોકોના સગા વાલાઓના મિત્ર સિવિલ ડ્રેસમાં ફરજ બજાવતા હોવાની ચર્ચા વેગવંતી બની છે જો ખરેખર આ બાબત સાચી હોય તો અહીં તેરી ભી ચુક ની નીતિ અપનાવવામાં આવતી હોવાની પણ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે..

અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ

Exit mobile version