Site icon Time News

Bullet train: અમદાવાદ-મુંબઇ વચ્ચે ક્યારથી દોડશે બુલેટ ટ્રેન, સામે આવી નવી તારીખ; કેટલુ ભાડું હશે

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજના માટે અમદાવાદથી મુંબઇ વચ્ચે 508 કિલોમીટર લાંબો હાઇસ્પીડ રેલ કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર 2028 સુધી અમદાવાદ સાબરમતીથી વાપી વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઇ શકે છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે 2030 સુધી બુલેટ ટ્રેન દોડવાની સંભાવના છે.

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા રાઇડરશિપ સર્વે કરવામાં આવશે જેમાં મુસાફરોની સંખ્યા, નક્કી ભાડુ અને ટ્રાફિક અનુમાન નક્કી કરવામાં આવશે. સર્વેમાં આ આકલન કરવામાં આવશે કે કોણ કોણ મુસાફર વિકલ્પ જેમ કે કાર,ટેક્સી, બસ, એસી ટ્રેન, હવાઇ મુસાફરી વગેરે હાઇસ્પીડ રેલ તરફ આકર્ષિત થશે. આ સર્વે ખાસ કરીને રાષ્ટ્રીય રાજમાર્ગો અને એક્સપ્રેસ વેની આસપાસના વિસ્તારમાં કરવામાં આવશે.

અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનનું અંતર 508 કિલોમીટર હશે. ગુજરાતમાં 348 કિલોમીટરનું અંતર બુલેટ ટ્રેન નક્કી કરશે. તે બાદ મહારાષ્ટ્રમાં 156 કિલોમીટરના ટ્રેક પર બુલેટ ટ્રેન દોડશે. ગુજરાતમાં વાપી,બિલીમોરા, સૂરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યાં છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ કે અત્યાર સુધી 300 કિલોમીટર વાયાડક્ટનું નિર્માણ પૂર્ણ થઇ ચુક્યુ છે. મુંબઇના BKC સ્ટેશન પર 76 ટકા ખોદકામનું કામ પૂર્ણ થઇ ગયું છે. 383 કિલોમીટર પિયર વર્ક, 401 કિલોમીટર ફાઉન્ડેશન અને 326 કિલોમીટર ગર્ડર કાસ્ટિંગ પણ પૂર્ણ થઇ ગયુ છે.

આ પણ વાંચો, http://Operation Sindoor બદલતા ભારતની તસવીર, ‘Maan Ki Baatમાં બોલ્યા PM મોદી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version