Site icon Time News

ચોમાસામાં રેડ એલર્ટ ક્યારે જાહેર કરવામાં આવે ? IMD રેડ એલર્ટ જાહેર કરે તો તમારે શું તૈયારી કરી રાખવી જાણી લો

ચોમાસામાં વરસાદની આગાહી પર સૌની નજર હોય છે. વરસાદ થવાનો હોય તે પહેલા જ હવામાન વિભાગ આગાહી કરી સંભવિત સ્થિતિ અંગે ચેતવણી આપે છે. આ ચેતવણી યેલો, ઓરેન્જ અને રેડ એલર્ટ તરીકે હોય છે. હવામાન વિભાગ ચોમાસામાં રેડ એલર્ટ ક્યારે જાહેર કરે અને જ્યારે આ એલર્ટ જાહેર થાય ત્યારે લોકોએ શું તૈયારી કરી રાખવી ચાલો તમને જણાવીએ.

જૂન મહિનો કોરો ગયા જુલાઈ મહિનાની શરુઆતથી જ દેશભરના અલગ અલગ રાજ્યોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. કેટલાક વિસ્તારોમાં તો પહેલા વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. ભારે વરસાદ થવાનો હોય તો હવામાન વિભાગ તેની આગાહી સાથે એલર્ટ પણ જાહેર કરે છે. એલર્ટમાં વારંવાર યેલો, ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ 3 એલર્ટ પરથી અલગ અલગ પ્રશાસન, રાહત એજન્સી અને સામાન્ય લોકોએ પણ જરૂરી પગલા લેવાના હોય છે. તો ચાલો તમને જણાવીએ તમારા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર થાય તો તેનો અર્થ શું છે અને તમારે શું તૈયારી રાખવી જોઈએ.

હવામાન વિભાગ 3 પ્રકારના એલર્ટ જાહેર કરે છે. જે 24 કલાકમાં કેટલો વરસાદ થવાની સંભાવના છે તેના પરથી નક્કી થાય છે. જેમકે 24 કલાકમાં 64.5 થી 115.5 મિમી સુધી વરસાદ થવાનો હોય તો યલો એલર્ટ જાહેર થાય છે એટલે કે સતર્ક રહેવું. 24 કલાકમાં 115.6 થી 204.4 મિમી સુધી વરસાદ થવાનું અનુમાન હોય તો ઓરેન્જ એલર્ટ જાહેર થાય છે. એટલે કે પહેલાથી તૈયારી કરી લો. અને જ્યારે 204.5 મિમી કે તેનાથી વધુ વરસાદ થવાની સંભાવના હોય ત્યારે રેડ એલર્ટ. તેનો અર્થ થાય કે વાતાવરણ ખતરનાક છે અને જાન-માલનું નુકસાન પણ થઈ શકે છે. તેથી તુરંત જરૂરી તૈયારી કરી એકશન લેવું.

જો તમારા વિસ્તારમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર થાય તો તમારે નીચે દર્શાવ્યાઅનુસારની તૈયારીમાં રહેવું જોઈએ જેથી મોટા નુકસાનથી બચી શકાય.

Exit mobile version