Site icon Time News

પતંગ રસિયાઓને પડી જશે મોજ! ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની મોટી આગાહી?

 આવતીકાલે બુધવારે 14 જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. પતંગરસિયાઓ માટે ખૂબ જ મોટા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરાયણમાં પવન સારો રહેશે. પતંગરસિકો ખૂબ જ સારી રીતે ઉત્તરાયણની મજા માણી શકશે.  ઉત્તરાયણમાં પતંગબાજી માટે સાનુકૂળ હવામાન રહેશે. સવારના સમયે (સવારે 7 થી 11 વાગ્યા સુધી)પવનની ગતિ 7થી 9 કિમી પ્રતિ કલાક રહેશે. જે  પતંગ ઉડાવવા માટે ખૂબ જ સારો પવન રહેશે.  આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે. જેથી પતંગ રસિયાઓને મોજ પડી જશે. પવનની ગતિ સાનુકૂળ રહેવાની હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે.

14 જાન્યુઆરીના દિવસે સવારે પવનની ગતિ ખૂબ જ સારી રહેશે

આ વર્ષે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 7થી 11 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે. જ્યારે સવારના સમયે ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. 14 જાન્યુઆરીના દિવસે સવારે પવનની ગતિ ખૂબ જ સારી રહેશે.   સવારના સમયે પતંગ ચગાવવો પતંગબાજો માટે સરળ રહેશે. જોકે, બપોર અને સાંજે પવનની ગતિ ધીમી પડશે. બપોર પછી પતંગ રશિયાઓને પતંગ ચગાવવા માટે થોડી મહેનત કરવી પડશે.

વાસી ઉત્તરાયણના દિવસે પણ પવન સારો રહેશે.  હવામાન નિષ્ણાતોના મત પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 જાન્યુઆરી 2026ના દિવસે પણ ઉત્તરાયણના દિવસ કરતા પવન સામાન્ય ઘટી શકે છે. જોકે, આ દિવસે પણ પતંગ રસિકો માટે પવન અનુકૂળ રહેશે. તમે આકાશમાં સરળતાથી પતંગ ઉડાવી શકો છો. 

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરયાણ અને વાસી ઉત્તરાયણના વહેલી સવારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે. સવારે થોડી ઝાકળ પણ જોવા મળી શકે છે. દિવસ દરમિયાન વાતાવરણ અનુકૂળ રહેશે.

Exit mobile version