Site icon Time News

Weather update: નવરાત્રિના પ્રથમ દિવસે રાજ્યમાં કેવું રહેશે વેધર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ગુજરાતમાં મધ્યમ છૂટછવાયો વરસાદ વરસશે. ત્રણ દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે.

આગામી 3 દિવસ ગુજરાતમાં ક્યાં  વિસ્તારમાં વરસાદની વધુ શક્યતા છે? તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ બાદ પણ પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેવા જઇ રહી છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાત તરફ આગળ વધશે તો 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.

આગામી ત્રણ દિવસમાં ખાસ કરીને નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, ભરૂચ,નર્મદા, છોટાઉદેપુર, વડોદરા આ વિસ્તારમાં વરસાદ પડવાની વધુ શક્યતા છે. આ ઉપરાંત આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ,મહિસાગર, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી આ તમામ વિસ્તારમાં હળવો છૂટછવાયો વરસાદ વરસી શકે છે. આ સિવાય અમરેલી, ભાવગનર,ગીર સોમનાથમાં છુટછવાયો વરસાદ વરશી શકે છે. જો કે બોટાદ, જામનગર, દેવભૂમિ દ્રારકા,  જૂનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર આ વિસ્તારમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે.

આ પણ વાંચો, Horoscope: આજે નવલી નવરાત્રિનો પ્રથમ દિવસ, તમામ રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ જાણો અહીં

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version