Site icon Time News

માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી

ગુજરાતમાં શિયાળો હવે તેના અસલ મિજાજમાં જોવા મળી રહ્યો છે. રાજ્યના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ની અસર વર્તાઈ રહી છે, જેના કારણે છેલ્લા 24 કલાકમાં અનેક શહેરો અને ગામડાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે. કચ્છનું નલિયા (Naliya) 7.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે.

વહેલી સવારે લોકો ગુલાબી ઠંડી અને ગાઢ ધુમ્મસનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ રહે તેવી શક્યતા છે.

આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે.

9 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી છે?

શિયાળામાં ખેડૂતોને સૌથી મોટો ડર માવઠા (Unseasonal Rain) નો હોય છે. જોકે, હવામાન વિભાગે ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે.

લા-નીના (La Nina) શું છે? શું તે વરસાદ લાવશે?

હવામાન નિષ્ણાતોના મતે ભારતના હવામાન પર હાલ લા-નીના (La Nina) ની ગાઢ અસર જોવા મળી રહી છે. જેના કારણે ઉત્તર ભારતમાં ભારે બરફવર્ષા અને અન્ય રાજ્યોમાં ઠંડી વધી શકે છે.

લા-નીના એટલે શું? લા નીના એ ‘અલ નીનો-સાઉથર્ન ઓસિલેશન’ (ENSO) ચક્રનો એક ભાગ છે. સરળ ભાષામાં સમજીએ તો:

Exit mobile version