Site icon Time News

Ahmedabad: બોપલમાં દિવાલ ધરાશાયી, ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઈટમાં ખાબકી

Oplus_131072

અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં સરસ્વતી હોસ્પિટલની નજીકમાં કન્સ્ટ્રક્શન સાઈટને અડીને બનેલી દિવાલ ધરાશાયી થઇ જતાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે નજીકમાં ઊભેલી ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઈટના ખાડામાં ખાબકી ગઇ હતી. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઘાયલના અહેવાલ સામે આવ્યા નથી.

મહેસાણાના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, તેમજ લાકરોડા વિયરમાંથી 90,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરનું લોઅર પ્રોમેનેડ બંધ કરવામાં આવ્યું છે. બપોર સુધીમાં નદીમાં 1.5 લાખ ક્યુસેક પાણી આવવાની સંભાવના છે, જેના કારણે રિવરફ્રન્ટની બંને બાજુએ સુરક્ષા માટે સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવી છે. પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો, http://આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી,આ જિલ્લાના લોકો રહે એલર્ટ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version