Site icon Time News

Vapi: પત્નીની છેડતી કરનાર પિતાને સગા પુત્રએ મોતને ઘાટ ઉતાર્યો, મૃતદેહ તળાવમાં ફેંકી ફરાર થઈ ગયો

વાપીમાં પુત્રએ પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. કરવડમાં પત્નીની છેડતી કરતા પિતાની હત્યા કરવામાં આવી છે. છેડતીને લઇ થોડા દિવસ પહેલા ઝઘડો થયો હતો.

વલસાડના વાપીમાં પુત્રએ પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. કરવડમાં પત્નીની છેડતી કરતા પિતાની હત્યા કરવામાં આવી છે. છેડતીને લઇ થોડા દિવસ પહેલા ઝઘડો થયો હતો. મૃતક પીતાંબર ઝાનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે. પિતાની હત્યા કર્યા બાદ હત્યારો પુત્ર ફરાર થયો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડના વાપી તાલુકાના કરવડમાં હત્યાની ઘટના સામે આવી છે. પત્નીની છેડતી કરનાર પિતાને સગા પુત્રએ મોતને ઘાટ ઉતાર્યો છે. ડુંગરા વિસ્તારમાં પિતાને તળાવ નજીક લઈ જઈ પુત્રએ કોઈ સાધન વડે માર મારી મોતને ઘાટ ઉતાર્યો છએ. મૃતદેહ કરવડના તળાવમાંથી મળી આવ્યો છે.પીતાંબર ઝા અને પુત્ર સુરેશ ઝા બંને સાથે ભંગાર ધંધો કરવા સાથે નીકળ્યા હતા.

પુત્ર સુરેશની પત્નીની છેડતીને લઈને થોડા દિવસ પહેલા પુત્ર અને પિતા વચ્ચે ઝઘડો થયો હતો. પુત્ર પિતાની હત્યા કર્યા બાદ ફરાર થયો છે. પોલીસે મૃતકની દીકરી ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

આ પણ વાંચો, રવિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે, વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version