
કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળની નવી યુડીએફ સરકારનો શપથ ગ્રહણ સમારોહ શરૂ યોજાયો હતો.કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી.ડી. સતીશને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ આર.વી. આર્લેકરે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
કેરલમ વિધાનસભા ચૂંટણીમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ની કારમી હાર સાથે જ રાજ્યમાંથી ડાબેરી શાસનની વિદાય થઈ છે અને હવે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)એ રાજ્યની 140 બેઠકોમાંથી 102 બેઠકો પર ઐતિહાસિક જીત નોંધાવતા નવો રાજકીય અધ્યાય શરૂ થયો છે. આ ભવ્ય વિજય બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી.ડી. સતીશને આજે તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા એક ઐતિહાસિક સમારોહમાં કેરલમના નવા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. તેમની સાથે 21 સભ્યોના નવા મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા છે, જેમાં અનુભવી અને યુવા ચહેરાઓનું અદ્ભુત સંતુલન રાખવામાં આવ્યું છે. આ શપથગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત દેશભરના વિપક્ષી દિગ્ગ
વી.ડી. સતીશની સાથે, તેમના સમગ્ર 20 સભ્યોના મંત્રીમંડળનો પણ એક સાથે શપથ ગ્રહણ યોજાયો હતો. આ ઘટના લગભગ છ દાયકા પછી કેરલમમાં બની હતી, જ્યાં મુખ્યમંત્રી સમગ્ર મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કરી રહ્યા છે ત્રણ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ કેરલમમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો.
આ ઐતિહાસિક શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી વી.ડી. સતીશન ઉપરાંત 20 મંત્રીઓ ધરાવતા ‘પૂર્ણ કેબિનેટ’ને પણ શપથ લેવડાવવામાં આવ્યા છે. આ ભવ્ય પ્રસંગના સાક્ષી બનવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
