
ગુજરાતના અમદાવાદમાં શાનદાર રીતે ઉત્તરાયણનો ઉત્સવ ઉજવાય છે. જેમાં પતંગ રસિકો સવારથી આજે ધાબા પર ચઢી ગયા હતા. જેમાં સવારે સારો પવન નહતો પરંતુ બપોર બાદ પવન થોડ્યો વધ્યો હતો. ત્યાર બાદ સાંજ પડતા જ અમદાવાદના અનેક વિસ્તારોમાં ફટાકડા ફોડાયા હતા. અને આકાશમાં શાનદાર આતીશબાજી થઇ હતી.આમ સાંજે અમદાવાદમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
આજે ઉત્તરાયણના પર્વને લઇ અમદાવાદીઓ ખુબ એક્સાઈટેડ હતા પરંતુપવનની ગતિનો સાથ નહતો આપ્યો તેમ છતાં પણ લોકોમાં ઉત્સાહમાં કોઈ ઘટાડો નહતો થયો. જેમાં લોકો સવારથી ધાબા પર ચઢ્યા છતાં પવન ન હોવાને લીધે થોડા નિરાશ થયા હતા. લોકોનું કેહવું છે કે, આ વખતની ઉત્તરાયણ અગાઉ જેવી લાગતી નહતી. પરંતુ લોકોએ પરિવાર અને મિત્રો સાથે મસાલેદાર ઊંધિયું, જલેબી અને ફ્રુટ સલાડ જેવી વાનગીઓનો આનંદ માણ્યો હતો.
